મેટ્રોમાં ફરી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, જાહેરમાં કિસ કરતું દેખાયુ કપલ

PC: zeenews.com

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક કપલ કિસ કરતું દેખાઈ રહ્યું છે. આ વીડિયોને લઇને દિલ્હી મેટ્રોએ પણ ટ્વિટ કર્યું છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયુ છે. આ વીડિયોને જોયા બાદ યુઝર્સ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. થોડાં સમય પહેલા જ દિલ્હી મેટ્રોમાં અશ્લીલતાના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઇને ખૂબ જ હંગામો થયો હતો. એ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોએ લોકોને ઘણા પ્રકારની સૂચનાઓ આપી હતી પરંતુ, તેની લોકો પર કોઈ અસર પડતી દેખાઈ નથી રહી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ કોચના ગેટની બાજુવાળી સીટ પર બેઠેલુ છે. તે સીટ પર બેઠા-બેઠા એકબીજા પર લીન થઈને એકબીજાને કિસ કરી રહ્યા છે. જે કોચમાં આ કપલ બેઠુ છે તેમા અન્ય મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તમામ લોકો બેઠા છે. તેમજ, મેટ્રોના એ જ કોચમાં બેઠેલા એક વ્યક્તિએ આ અશ્લીલ હરકતનો વીડિયો શૂટ કરી લીધો અને સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરી દીધો.

આ વીડિયોને ટ્વિટર પર @BhagatSChingsubam નામના એક યુઝરે શેર કર્યો છે અને તેને યલો લાઇનના હુડ્ડા સિટી સેન્ટરનો જણાવ્યો છે. યુઝરે સાથે દિલ્હી પોલીસ, દિલ્હી મેટ્રો, DMRC અને અરવિંદ કેજરીવાલને ટેગ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વીડિયોના વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રોએ જવાબ આપ્યો અને લખ્યું- કોઈ પણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ, હુડ્ડા સિટી સેન્ટર પર તપાસ કરવામાં આવી તો આવા કોઈપણ યાત્રિ નથી મળી આવ્યા.

આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોનો કોઈ વીડિયો વાયરલ થયો છે. હાલમાં જ થોડાં દિવસ પહેલા જ એક છોકરી મેટ્રોની અંદર સ્ટ્રેટનરથી પોતાના વાળ સ્ટ્રેટ કરી રહી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ અગાઉ પણ મેટ્રોમાં રીલ બનાવવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેનાથી યાત્રિઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અશ્લીલ ડાન્સ, કિસ કરવી, મેટ્રોમાં ન્હાવુ, બિકિનીમાં યાત્રા કરવી, અશ્લીલ હરકત કરવી, આ પ્રકારના અનેક વીડિયો જોવા મળ્યા હતા. આ કારણે દિલ્હી મેટ્રોએ ગાઇડલાઇન પણ જાહેર કરી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ એવુ કામ કરશે જેના કારણે અશ્લીલતા ફેલાય અથવા બીજા લોકોને મુશ્કેલી થાય, તો તે અપરાધ ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp