વધુ એક નિર્માણાધીન પુલ પડ્યો, તેજસ્વી યાદવે જુઓ કોના પર ફોડ્યો ઠીકરો

PC: abplive.com

બિહારના ખગડિયા જિલ્લામાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ પડી જવાની ઘટનાના લગભગ ત્રણેક અઠવાડિયા જ થયા હશે કે હવે એવી જ વધુ એક ઘટના કિશનગંજ જિલ્લાથી સામે આવી છે. અહીં એક પુલનો હિસ્સો શનિવારે પડી ગયો. એક વરિષ્ઠ અધિકારીએ તેની જાણકારી આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની પરિયોજનના ડિરેક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યની રાજધાની પટનાથી લગભગ 400 મીટર દૂર થયેલી આ ઘટનામાં મેચી નદી પર બનેલા પુલનો એક પિલર પડી ગયો.

અધિકારીએ કહ્યું કે, NH-327E પર નિર્માણાધીન પુલ પૂરો થવા પર કિશનગંજ અને કટિહારને જોડી દેશે. આ અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. પુલનો હિસ્સો કેમ પડ્યો? તેના કારણોની તપાસ માટે એક્સપર્ટની 5 સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિથી આ પાઈલિંગ પ્રક્રિયા (Piling Process) દરમિયાન ભૂલથી થયું છે. આ દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે પુલનું નિર્માણ એક કેન્દ્રીય પરિયોજનનાનો હિસ્સો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કાર્યવાહી કરવાનો અધિકાર છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેમની પાસે રોડ નિર્માણ વિભાગ પણ છે. તેમણે કહ્યું કે, પુલનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રની ‘ભારત માલા’ પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેનું બિહાર સરકાર સાથે કોઈ લેવું-દેવું નથી. તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે જેને સંબંધિત અધિકારીઓ કે એજન્સીઓને પુરસ્કૃત કે દંડિત કરવાનો અધિકાર છે. આ અગાઉ 4 જૂનના રોજ એક નિર્માણાધીન પુલ પડી ગયો હતો. આ પુલ ખગડિયા જિલ્લાને ભાગલપુર સાથે જોડાવા માટે બનવવામાં આવી રહ્યો હતો.

આ અકસ્માતમાં એક સિક્યોરિટી ગાર્ડનું મોત થઈ ગયું હતું. આ પુલને બનાવવા માટે નવેમ્બર 2019ની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ પૂર્ણ થવા છતા તે બનીને તૈયાર થઈ શક્યો નથી. બિહાર એન્જિનિયરિંગ સર્વિસ વિભાગે પુલ પડવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશને બિહારમાં બધા પુલોને સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, બધા પુલોનું નિર્માણ વહેલી તકે કરાવવામાં આવે. ભાગલપુરમાં પુલ પડ્યા બાદ RJD અને BJP વચ્ચે વાકયુદ્ધ થયું હતું. ભાજપના નેતા અમિત મલવિયએ ટ્વીટ કરી કે, આ ઘટના પર સંજ્ઞાન લેતા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તરત રાજીનામુ આપશે? એમ કરીને કાકા-ભત્રીજા બંને દેશ સામે ઉદાહરણ કયાં કરી શકે છે. RJDએ પણ તેનો તુરંત જવાબ આપતા અકસ્માત માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp