26th January selfie contest

કૂતરાએ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ પર કરી દીધો હુમલો, મુશ્કેલીથી બચ્યો જીવ

PC: jansatta.com

અમેરિકન ડોગ પીટબુલ દ્વારા પશુઓ અને માણસો પર હુમલા કરવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના કરનાલથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક પીટબુલ ડોગે એક ખેડૂતના પગ પર હુમલો કરી દીધો છે, જ્યારે તેણે બચવાનો પ્રયાસ કર્યો તો પગ છોડીને કૂતરાએ પ્રાઇવેટ પાર્ટને મોઢામાં નાખી લીધો, જેથી ખેડૂત ખરાબ રીતે લોહીલુહાણ થઈ ગયો છે. રિપોર્ટ્સ મુજબ કરનાલના બીજાના ગામનો રહેવાસી 30 વર્ષીય કરણ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે જ તેમના પર એક પીટબુલ હુમલો કર્યો અને તેના પગને પોતાના મોઢામાં ભરી લીધો. કોઈક પ્રકારે કરણે પીટબુલથી પોતાના પગ છોડાવ્યા તો તેણે પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરી દીધો. યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર બનેલી હતી. તો બીજી તરફ ગુસ્સે ભરાયેલા લોકોએ પીટબુલને લાકડી-દંડાઓથી મારી મારીને પતાવી દીધો. એક યુઝરે લખ્યું કે, પર્યાપ્ત સજાનું પ્રાવધાન ન હોવાના કારણે આ ઘટનાઓનું ચલણ થઈ રહ્યું છે.

એવી ઘટનાઓ માટે કૂતરાના માલિકો ઉપર સખત સજાના પ્રાવધાન કરવું સમયની માગ છે. ઓછામાં ઓછી આજીવન કેદ થવી જ જોઈએ. તો બીજા એક યુઝરે લખ્યું કે, કૂતરાના માલિકની ધરપકડ થવી જોઈએ અને આજીવન કેદની સજા મળવી જોઈએ જેથી કૂતરા પાળનારાઓને બોધ મળી શકે. રાજકુમાર નામના યુઝરે લખ્યું કે, કૂતરા પાળવા બરાબર છે, પરંતુ તેને છોડી દેવા એકદમ ખોટું છે. એવા કૂતરાપ્રેમીઓ વિરુદ્ધ જ્યાં સુધી યોગ્ય કાયદો નહીં બને, આ પ્રકારની ઘટનાઓ થતી જ રહેશે.

એક અન્ય યુઝરે લખ્યું કે, આ પ્રકારની ઘટના આજકાલ વધારે જોવા મળી રહી છે. માલિકને જેલમાં નાખીને કાયદાના દાયરામાં લાવવામાં આવવા જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની, UAE, સિંગાપુર, સાઉદી અરબ, ઇઝરાયલ, ઈટાલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 30 કરતા વધુ દેશોએ પીટબુલ પ્રજાતિના કૂતરાઓ પર પ્રતિબંધ લગાવ્યો, ભારત ક્યારે  આ પ્રજાતિ પર પ્રતિબંધ લગાવશે.

ગ્રામજનોનું કહેવું છે કે આ કૂતરો છેલ્લા કેટલાક દિવસોથી ફરી રહ્યો હતો, ન તો તેના ગળાનો કોઈ પટ્ટો હતો અને ન કોઈને ખબર કે પીટબુલ ક્યાંથી આવ્યો છે. આ કૂતરાના ડરથી લોકો ઘરમાંથી બહાર નીકળતા નહોતા, પરંતુ જ્યારે તેણે કરણ પર હુમલો કર્યો તો ગુસ્સે ભરેલા લોકોએ તેને મારી મારીને પતાવી દીધો. સોશિયલ મીડિયા પર તમામ લોકો પીટબુલ પાળનારાઓ માટે દિશાનિર્દેશ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp