ભારતના આ ગામમાં CRPFએ ગામવાળાઓને હથિયારો આપ્યા અને ટ્રેનિંગ પણ આપી

PC: twitter.com

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધસૈનિક બળ CRPF દ્વારા ગ્રામ વિકાસ સમિતિ હેઠળ ગ્રામીણોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. થોડા દિવસો પહેલા જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા જઘન્ય હત્યાકાંડ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તે સિવાય રાજૌરી જિલ્લાના દનગરીમાં દરેક ગ્રામ રક્ષા સમિતિમાં એક સભ્યને SLR રાઇફલ આપવામાં આવી છે. અમુક ગામ રક્ષા સમિતિઓમાં 2થી 3 સભ્યોને સ્વચાલિત રાઇફલો પણ આપવામાં આવી છે.

રાજૌરી જિલ્લાના ધનગરી ગામમાં સૌમવારે એક વિશેષ શિવિરનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 100 VDC સભ્યોને નવા હથિયાર આપવામાં આવ્યા છે, જેમાંથી 40 પૂર્વ સૈનિકો છે જેમને SLR રાઇફલ આપવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આયોજિત આ શિવિરમાં 60 સ્થાનિક લોકોને પણ હથિયાર આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 303 ગન આપવામાં આવી છે.

જ્યારે, 40 પૂર્વ સૈનિકોને સેલ્ફ લોડિંગ રાઇફલ એટલે કે, SLR આપવામાં આવી છે, તેથી કોઇ આતંકવાદી હુમલાની સ્થિતિમાં પોતાનો બચાવ કરી શકાય. તેના પછીના ગામના પૂર્વ સૈનિક ગામના અન્ય લોકોને પ્રશિક્ષણ આપીને તૈયાર કરશે જે પહેલા હથિયાર ચલાવવા માટે પ્રશિક્ષિત નથી. ગ્રામ રક્ષા સમિતિઓને હથિયાર ઉપલબ્ધ કરાવવા માટે લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં નવા વર્ષે આતંકવાદીઓએ હિંદુ પરિવારો પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં અત્યાર સુધી 7 લોકોના જીવ ગયા છે. રાજૌરીના વિસ્તારમાં હિંદુ પરિવારો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ખાનગી એજન્સીઓ એલર્ટ પર છે. કેન્દ્ર સરકાર તરફથી પુંચ અને રાજૌરીમાં CRPFની લગભગ 18 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન રાજૌરી પોલિસે VDC સભ્યો અને પૂર્વ સૈનિકોને બંદૂકો સાથે બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે, તેમની બંદૂક ચાલૂ હાલતમાં છે કે નહીં. જરૂર અનુસાર, પોલીસ VDCને નવી બંદૂકો પણ જારી કરશે.

જમ્મુ કાશ્મીરના પુંચ અને રાજૌરી વિસ્તારમાં અર્ધસૈનિક બળોની 18 કંપનીઓ તહૈનાત કરવામાં આવી છે. જેમાંથી 10 કંપનીઓ દિલ્હી મોકલવામાં આવી છે. બન્ને ક્ષેત્રોના ચપ્પા ચપ્પા પર સૈનાબળ તહૈનાત રહેશે, જેથી ફરીથી આતંકવાદી કોઇ હિંદુ પરિવારને નિશાનો ન બનાવી શકે. નવા વર્ષ પર જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 7 લોકોના મોત થયા હતા. સાથે જ કેટલાક ઘાયલ થયા હતા. સુરક્ષાકર્મીઓએ ઘાયલોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આતંકવાદીઓએ આ ગોળીબાર રાજૌરીના ધનગરી વિસ્તારમાં કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp