ઉડ્ડયન મંત્રી કહે-BJP સાંસદથી ભૂલથી ખૂલેલો IndiGoનો ઇમરજન્સી ગેટ,તેમણે માફી માગી

PC: khabarchhe.com

IndiGo એરલાઇન્સની એક ફ્લાઇટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ તેજસ્વી સૂર્યાના ઇમરજન્સી દ્વાર ખોલવાની ઘટનામાં એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન સામે આવ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, તેજસ્વી સૂર્યાથી ભૂલથી ઇમરજન્સી દ્વાર ખૂલી ગયો હતો. તેના માટે તેમણે પહેલા જ માફી માગી લીધી છે. આ ઘટના ગયા મહિને 10 ડિસેમ્બર 2022ની છે. IndiGoની ફ્લાઇટ ચેન્નાઇથી તિરુચિરાપલ્લી જઇ રહી હતી. આ દરમિયાન ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ ઇમરજન્સી ગેટ ખોલી દીધો હતો.

ઇમરજન્સી દ્વાર ખોલવાની ઘટનાને લઇને DGCAએ પણ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટના ચેન્નાઇથી તિરુચિરાપલ્લી જનારી IndiGo 6E ફ્લાઇટ 7339માં 10 ડિસેમ્બરની છે. ફ્લાઇટમાં તેજસ્વી સૂર્યા સાથે તામિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઇ પણ હતા. IndiGoના નિવેદન મુજબ મુસાફરે બોર્ડિંગ દરમિયાન પ્લેનનો ઇમરજન્સી દ્વાર ખોલી દીધો હતો. ત્યારબાદ તેણે પોતાના એક્શન માટે માફી પણ માગી હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ, એરક્રાફ્ટની અનિવાર્ય એન્જિનિયરિંગ તપાસ થઇ, જેમાં ડિપાર્ચરમાં મોડું થયું.

આ ઘટનાના એક મહિના બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પુષ્ટિ કરી છે કે ઇમરજન્સી દ્વારા ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ જ ખોલ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ‘પરિચિત ન હોવું મહત્ત્વપૂર્ણ છે. તથ્યોને જુઓ. દરવાજો ભૂલથી ખૂલી ગયો હતો, બધી જરૂરી તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ જ પ્લેનને ઉડાણ ભરવાની મંજૂરી આપવામાં આવી.’ ઘણા વિપક્ષ નેતા સવાલ કરી રહ્યા છે કે તેજસ્વી સૂર્યાને માત્ર માફી સાથે જ કેમ છોડી દેવામાં આવ્યા.

તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી. તેના પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, તેઓ વિપક્ષના બધા સવાલોના જવાબ આપવાનું જરૂરી સમજતા નથી. તો IndiGo એરલાઇનને કહ્યું કે, મુસાફરીએ તરત જ કાર્યવાહી માટે માફી માગી. SOP મુજબ, આ ઘટના થઇ અને પ્લેનની અનિવાર્ય એન્જિનિયરિંગ તપાસમાંથી પસાર થવું પડ્યું, તેના કારણે ઉડાણમાં મોડું થયું. રિપોર્ટ મુજબ, ફ્લાઇટ લગભગ 2 કલાક મોડું થયું હતું. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે, તેજસ્વી સૂર્યાએ જ પ્લેનનો ઇમરજન્સી દ્વાર ખોલ્યો હતો અને તેને માફી માગવા માટે પણ કહ્યું.

ફ્લાઇટ ઉડાણ ભરવાની હતી અને કેબિન ક્રૂ મુસાફરોને સેફ્ટી પ્રોટોકોલ બાબતે જાણકારી આપી રહ્યા હતા. આ દરમિયાન લોકસભાના સાંસદે ઇમરજન્સી ગેટનું લીવર ખેચી દીધું, જેથી દરવાજો ખૂલી ગયો ત્યારબાદ બધા બધા મુસાફરોને ઉતારવામાં આવ્યા અને બસમાં બેસાડવામાં આવ્યા. એરલાઇન ઓથોરિટી અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરીટી ફોર્સ (CISF) તાત્કાલિક ઘટનાસ્થળ તરફ દોડ્યા અને ફલાઇટને ફરી ઉડાણ ભરવા માટે 2 કલાક મોડું થયું. એ નિયમોનું ઉલ્લંઘન હતું એટલે સાંસદ પાસે માફી માગવા કહેવામાં આવ્યું. સાંસદ તરફથી માફીનામું જાહેર કર્યા બાદ જ તેમને ફરી બેસવાની મંજૂરી આપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp