સુપ્રીમ કોર્ટનો આદેશ: બધી શાળાઓ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં આપે સેનેટરી પેડ

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે બધી શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થિનીઓને મફતમાં સેનિટરી પેડ કે નેપકિન ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. બધી રાજ્ય સરકારોએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થા કરવી પડશે. ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જે.બી. પારદીવાલાની પીઠે જયા ઠાકુરની આ જનહિતની અરજી પર કહ્યું કે, બધા રાજ્ય મેન્સુરલ પીડિયડ્સ દરમિયાન સ્વચ્છતાને લઈને પોતાની યોજનાઓ બતાવે.

કેન્દ્ર સરકાર તરફથી ભારતના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે, આમ તો સ્વાસ્થ્ય સેવા રાજ્ય લિસ્ટનો વિષય છે, પરંતુ વર્ષ 2011થી તેના માટે કેન્દ્રીય યોજનાઓ પણ છે. અમે એ હેઠળ પોતાની યોજનાઓ અને તેમની પૂરી જાણકારી પોતાની નોટ દ્વારા કોર્ટને સોંપી દીધી છે. ચીફ જસ્ટિસની પીઠે બધી સરકારોને વિદ્યાર્થિનીઓ માટે માસિક ધર્મ દરમિયાન સુવિધા અને સ્વચ્છતા માટે બનાવવામાં આવેલી યોજનાઓ પર ખર્ચ થનારી રકમની પણ જાણકારી માગી છે.

એટલે કે રાજ્ય સરકારો બતાવે કે તેમની યોજનાઓ શું છે અને તેઓ તેના પર કેન્દ્રની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાનો કોષ ખર્ચ કરી રહ્યા છે કે પોતાના રાજસ્વથી. આ કવાયતનું દશક કરતા વધુ વીતી ચક્યું છે. હવે હિસાબ આપે કે માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓની સુવિધા અને સ્વાસ્થ્યને લઈને તેમણે શું કર્યું. ક્યાં, કેટલા અને કેવી રીતે ખર્ચ કર્યો છે? આખા દેશની શાળાઓમાં ધોરણ 6-12 સુધી ભણનારી વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપનારી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં યુનિફોર્મ પોલિસી બનાવવાના નિર્દેશ આપ્યા છે.

ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. પારદીવાલાની પીઠે કહ્યું કે આ ગંભીર મુદ્દા પર આવશ્યક છે કે કેન્દ્ર સરકાર રહ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સામેલ કરે. આ સિલસિલામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર બાબતોના મંત્રાલયમાં સચિવ બધા રહ્યા અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે વાતચીત કરવા માટે નોડલ અધિકારી હશે. બધા સાથે વિચાર વિમર્શ બાદ કેન્દ્ર સરકાર 3 મહિનામાં અપડેટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, સામાજિક સંસ્થા દસરાએ વર્ષ 2019માં પિરિયડના કારણે શાળા છોડનારી છોકરીઓ પર એક રિપોર્ટ આપ્યો હતો.

રિપોર્ટ મુજબ, દર વર્ષે 2.3 કરોડ છોકરી પિરિયડ્સ દરમિયાન સ્વચ્છતા માટે જરૂરી સુવિધાઓ ન હોવાના કારણે શાળા છોડી દે છે. મફત સેનિટરી પેડ, સુરક્ષા અને સ્વચ્છતા મળવાથી શાળા છોડનારી છોકરીઓની સંખ્યામાં ન માત્ર ઘટાડો થશે, પરંતુ આ સમસ્યા પૂરી રીતે સમાપ્ત પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp