PM કેયર્સમાં કરોડોનું વિદેશી ફંડિંગ, ક્યાં ખર્ચવામાં આવ્યા નાણા? મળી આ જાણકારી

PC: indianexpress.com

પીએમ કેયર્સ ફંડમાં ભારે ભરકમ વિદેશી ફંડિંગની જાણકારી સામે આવી છે. ત્રણ વર્ષોની અંદર ફંડમાં વિદેશથી 535.44 કરોડ રૂપિયા નાંખવામાં આવ્યા છે. (PM Cares Foreign Funding). તેના પર 24.85 કરોડ રૂપિયાનું વ્યાજ પણ આવ્યું છે. 2020-21 દરમિયાન સૌથી વધુ વિદેશી ફંડિંગ મળ્યું છે. આશરે 500 કરોડ રૂપિયા. એ પણ જાણકારી મળી છે કે, આ ફંડમાંથી અત્યારસુધી ક્યાં- ક્યાં ખર્ચ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસે તમામ આંકડાઓ પર રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ જાણકારી પીએમ કેયર્સ ફંડની રસીદ અને ચુકવણી ખાતાના ઓફિશિયલ રેકોર્ડ પરથી લેવામાં આવી છે. જાણકારી મળી છે કે,

  • નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 40 લાખ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું
  • નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 494.92 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું
  • નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 40.12 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું.

જણાવી દઈએ કે, ત્રણ વર્ષોમાં એટલે કે નાણાકીય વર્ષ 2019-2020, 2020-2021 અને 2021-2022 માં પીએમ કેયર્સ ફંડમાં કુલ 12691.82 કરોડ રૂપિયા ભેગા થયા. ખર્ચ કર્યા બાદ 31 માર્ચ, 2022 સુધી ફંડમાં 5415.65 કરોડ રૂપિયા બચ્યા હતા.

ક્યાં- ક્યાં ખર્ચ કરવામાં આવ્યા પીએમ કેયર્સ ફંડના રૂપિયા?

પીએમ કેયર્સ ફંડના પૈસા સરકારી હોસ્પિટલોના વેન્ટિલેટર, પ્રવાસીઓના વેલફેર અને 500 બેડવાળી બે અસ્થાયી કોવિડ હોસ્પિટલોની સ્થાપનામાં આ નાણા ખર્ચવામાં આવ્યા. આ ઉપરાંત, તેનો એક મોટો હિસ્સો 162 મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના, કોવિડ-19 વેક્સિનની ખરીદી અને અન્ય કોવિડ સંબંધી સપ્લાઈ પર પણ આ નાણાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કઈ રીતે થઈ પીએમ કેયર્સ ફંડની શરૂઆત?

દેશમાં લોકડાઉન લાગવાના ત્રણ દિવસ બાદ એટલે કે 27 માર્ચ, 2020ના રોજ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની જેમ પીએમ કેયર્સ ફંડનું રજિસ્ટ્રેશન થયુ હતું. મહામારીને પગલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી અથવા સંકટ આવવાની સ્થિતિમાં તેની સામે લડવા અને પ્રભાવિતોને રાહત આપવાના સારા ઇરાદા સાથે આ પીએમ કેયર્સ ફંડની શરૂઆત કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 અંતર્ગત ફંડ પર 100 ટકા ટેક્સની છૂટ છે. પીએમ કેયર્સ ફંડને FCRA અંતર્ગત છૂટ મળી છે. એટલું જ નહીં, વિદેશી ફંડિંગ રિસીવ કરવા માટે એક અલગ ખાતું ખોલવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp