માતાને અગ્નિદાહ આપી PMની ટ્રેનને લીલી ઝંડી, દીદીએ કહ્યુ-આજનો દિવસ તમારા માટે..

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને 7,800 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ દુઃખદ રહ્યો કેમ કે, શુક્રવારે જ અમદાવાદમાં તેમના માતા હીરાબા મોદીનું નિધન થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર પહોંચીને માતાને મુખાગ્નિ આપી અને ત્યારબાદ તેઓ પહેલાથી નક્કી પોતાના કાર્યક્રમોમાં સામેલ થયા હતા.

કાર્યક્રમમાં સામેલ થયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. મમતા બેનર્જીએ કહ્યું કે, મારી સંવેદનાઓ તમારી સાથે છે. દુઃખના સમયમાં અમે બધા તમારી સાથે છીએ. માતાથી વધારે કશું જ નહીં હોય શકે. મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમ નાનો કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનજી આજે તમારા માટે ખૂબ દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, હું તમને અનુરોધ કરીશ કે તમે આ કાર્યક્રમને નાનો રાખો કેમ કે તમે પણ પોતાના માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. આજે તમારે આવવાનું હતું, પરંતુ તમે માતાના નિધનના કારણે આવી ન શક્યા, પરંતુ તમે વર્ચુઅલી અમારી વચ્ચે સામેલ થયા છો, તેના માટે હું તમારો આભાર માનવા માગું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 7,800 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાને ન્યૂ જલપાઈગુડીને જોડનારી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી.

2,550 કરોડ રૂપિયા કરતા વધુ મૂલ્યની અનેક સીવર અવસંરચના પરિયોજનાઓનું શિલાન્યાસ કર્યું.

કોલકાતા રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા કરી.

કોલકાતા મેટ્રોની જોકા-તારાતલા પર્પલ લાઇનનું ઉદ્દઘાટન કર્યું.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશનનું ઉદ્દઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે 3:30 વાગ્યે નિધન થઈ ગયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન. મેહતા હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માતાના અંતિમ દર્શન કરીને ખાંધ આપી હતી અને ત્યારબાદ પોતાના માતા હીરાબાને મુખાગ્નિ આપી. ગુજરાતનાં ગાંધીનગરમાં એક સ્મશાન ઘરમાં સાધારણ રીતે તેમનો અંતિમ સંસ્કાર કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp