26th January selfie contest

કૌભાંડનો દાયકો, ડબલ ડિજિટ મોંઘવારી, આતંકી હુમલા, સંસદમાં કોંગ્રેસ પર PMનો હુમલો

PC: india.com

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીએ સંબોધન આપ્યું હતું. લોકસભામાં PM મોદીએ કહ્યું, કાલે હું જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણની સાથે આખી ઈકોસિસ્ટમ ઉછળી રહી હતી. વડાપ્રધાને કહ્યું, વિપક્ષના નફરતના ભાવ બહાર આવી ગયા છે. PM મોદીએ કહ્યું- દેશમાં કેટલાક લોકો નિરાશામાં ડૂબ્યા, દેશની પ્રગતિનો સ્વીકાર નથી કરી શકતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશની ઉપલબ્ધિઓ ગણાવી, સાથે જ વિપક્ષ પર પણ નિશાનો સાધ્યો. PMએ કહ્યું, આજે આખા વિશ્વમાં ભારતને લઈને પોઝિટિવિટી, આશા અને વિશ્વાસ છે. એ ખુશીની વાત છે કે આજે ભારતને G20ની અધ્યક્ષતાનો અવસર મળ્યો છે. આ દેશ અને 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે પરંતુ, મને લાગે છે કે કદાચ તેનાથી કેટલાક લોકોને દુઃખ છે. તેઓ આત્મનિરીક્ષણ કરે કે તેઓ કોણ લોકો છે.

PM મોદીએ લોકસભામાં કહ્યું કે, ભારતમાં નવી સંભાવનાઓ છે. ઘણા લોકોને એ વાત સમજવામાં મોડું થયુ, પરંતુ ભારત સપ્લાઈ ચેનના મામલામાં આગળ વધી ગયુ છે. ભારત મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. દુનિયા ભારતની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ જોઈ રહ્યું છે. નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો આ દેશની પ્રગતિનો સ્વીકાર નથી કરી શકતા. 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ અને પરિશ્રમ ઉપલબ્ધિ તેમને દેખાઈ નથી રહ્યા.

PMએ કહ્યું, છેલ્લાં નવ વર્ષમાં ભારતમાં 90 હજાર સ્ટાર્ટઅપ આવ્યા છે. આજે સ્ટાર્ટઅપના મામલામાં આપણે દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છીએ. ઘણી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ દેશના ટિયર-3 શહેરો સુધી પહોંચી ચુકી છે. આટલા ઓછાં સમયમાં અને કોરોનાના વિકટ કાલખંડમાં 108 યૂનિકોર્ન બન્યા. એક યૂનિકોર્ન એટલે કે છ-સાત હજાર કરોડ કરતા વધુનું મૂલ્ય છે. આજે ભારત દુનિયામાં મોબાઈલ બનાવવામાં બીજો મોટો દેશ બની ગયો છે. ઘરેલૂં વિમાન યાત્રિઓના મામલામાં આપણે દુનિયામાં ત્રીજા નંબર પર છીએ.

PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન UPA સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કોંગ્રેસ સરકારના સમયને ઘોટાળાનો દાયકો ગણાવ્યો. PM મોદીએ કહ્યું, 2004થી 2014 આઝાદી બાદ સૌથી વધુ ઘોટાળાનો દાયકો રહ્યો. તેમજ, 10 વર્ષ કાશ્મીરથી કન્યાકુમારી, ભારતના દરેક ખૂણામાં આતંકી હુમલા થતા રહ્યા. PMએ કહ્યું, એ જ સૂચના ચાલતી રહી કે અજાણી વસ્તુને હાથ ના લગાવતા. 10 વર્ષમાં કાશ્મીરથી નોર્થ ઈસ્ટ સુધી હિંસા જ હિંસા. ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે દુનિયા સાંભળવા માટે તૈયાર નહોતી. તેમની નિરાશાનું કારણ એ પણ છે કે આજે દેશના 140 કરોડ લોકોનું સામર્થ્ય ખીલી રહ્યું છે. 2004થી 2014 સુધી તેમણે એ તકો ગુમાવી દીધી અને દરેક અવસરને મુસીબતમાં પલટી દીધી.

PMએ આ દરમિયાન હેલિકોપ્ટર ઘોટાળો, કોલસા સ્કેમ, આતંકી હુમલા, ડબલ ડિજિટમાં મોંઘવારી જેવા મુદ્દા પર UPA સરકારને ઘેરી. PM મોદીએ કહ્યું, 2014થી પહેલા લોસ્ટ ડિકેડ હતું પરંતુ, 2030 સુધી ઈન્ડિયાસ ડિકેડ હશે. PM મોદીએ UPA સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, જ્યારે ન્યૂક્લિયર ડીલ પર વાત થઈ રહી હતી, ત્યારે તે નોટ ફોર વોટમાં અટવાયા હતા. 2 જી, કોલ સ્કેમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઘોટાળાના કારણે દુનિયામાં દેશ બદનામ થયો. તેમણે કહ્યું કે, 2004થી 2014ના દાયકામાં દેશને મોટું નુકસાન થયું. 2030નો દાયકો ભારતનો છે. PM મોદીએ કહ્યું કે, તેમા આતંક પર પલટવાર કરવાનું સાહસ નહોતું. દેશના નાગરિકનું 10 વર્ષ સુધી લોહી વહ્યું.

તેમણે કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે. લોકતંત્ર આપણા લોહીમાં છે. ટીકા થવી જોઈએ પરંતુ, તેમણે નવ વર્ષ આરોપોમાં ગુમાવી દીધા. ચૂંટણી હારી જાય તો EVMને દોષ, ભ્રષ્ટાચારની તપાસ થાય તો એજન્સીઓને ગાળો. EDનો આભાર માનવો જોઈએ કે તેમણે આ લોકોને એક મંચ પર લાવી દીધા છે. જે કામ દેશના મતદાતા ના કરી શક્યા. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે. તેમના ભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની વાતોને વણી લીધી. તેમના ભાષણે એક પ્રકારે દેશને પ્રેરણા પણ આપી. અહીં તમામે આ ચર્ચામાં ભાગ લીધો. તમામે પોતાની પ્રવૃત્તિ અને સમજ પ્રમાણે વાત કરી. તેના દ્વારા તેમના ઈરાદા પણ પ્રકટ થયા. દેશની જનતાએ બધુ જ જોયુ.

વડાપ્રધાનનું સંબોધન શરૂ થતા પહેલા સદનમાં વિપક્ષી સભ્યોએ અદાણી મુદ્દા પર જેપીસી તપાસની માંગને લઈને પ્લેકાર્ડ બતાવ્યા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ ટોક્યા અને કહ્યું કે, તમને નેમ કરવામાં આવી શકે છે. ત્યારબાદ બીઆરએસ સભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી દીધુ. PM મોદીએ સંસદમાં કહ્યું, હું કાલે જોઈ રહ્યો હતો. કેટલાક લોકોના ભાષણો બાદ કેટલાક લોકો ખુશીથી કહી રહ્યા હતા, આ થઈને વાત. કદાચ તેઓ સારી રીતે ઊંઘ્યા અને (સમય પર) ઉઠી ના શક્યા. તેમના માટે કહેવામાં આવ્યું છે, આવુ કહીને આપણે દિલને મનાવી રહ્યા છીએ, તેઓ હવે ચાલી ચુક્યા છે, તેઓ હવે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp