26th January selfie contest

પાણીમાં ચાલતી મેટ્રો એશિયામાં સૌપ્રથમ ભારતમાં શરૂ થઇ, જાણો ખાસિયતો

PC: livemint.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં દેશની પહેલી વોટર મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું છે. એ સિવાય તેઓ રાજ્ય માટે એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી. વોટર મેટ્રોની વાત કરીએ તો તે ભારતના ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એક નવી શરૂઆત અને ક્રાંતિની જેમ હશે. એ ભારત જ નહીં, પરંતુ આખા એશિયામાં પોતાની જાતનું અલગ વોટર વે ટ્રાન્સપોર્ટ હશે. કેરળમાં જળ માર્ગોના ઉપયોગનો એક લાંબો ઇતિહાસ છે, પરંતુ છેલ્લા કેટલાક દશકોમાં એ નબળો પડી ગયો છે. એવામાં વોટર મેટ્રો એક નવા ચરણની શરૂઆત હશે જે કેરળના ભૂતકાળના ગૌરવને યાદ અપાવશે, તો આધુનિકતાના સમયમાં વિકાસની નવી પાંખ પણ લગાવશે.

કોચ્ચી મેટ્રો રેલ લિમિટેડ તરફથી આ પ્રોજેક્ટ હેઠળ વોટર મેટરોથી રોજ 34 હજાર લોકો મુસાફરી કરી શકશે. આ પરિયોજના પૂરી થયા બાદ લગભગ 1.5 લાખ મુસાફર રોજ સફર કરી કરશે. વોટર મેટ્રો હેઠળ કુલ 16 રૂટોને કવર કરવામાં આવશે અને 78 કિલોમીટરની આ આખી સફર હશે. કુલ 38 બોટ્સને હાલમાં તૈનાત કરવામાં આવી છી જે આધુનિક સુવિધાઓથી લેસ છે. તેમની સીટો આધુનિક છે, વાઇ-ફાઈની સુવિધા પણ મુસાફરોને મળશે. એ સિવાય એરકન્ડિશન (AC)માં મુસાફરી કરી શકશે.

તેનું ભાડું પણ વધારે રાખવામાં આવ્યું નથી. એક ટ્રીપનું ભાડું 20-40 રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. એ સિવાય મુસાફરોને સાપ્તાહિક, માસિક અને મહિનાનો પાસ બનાવવાની સુવિધા પણ મળશે. આ પાસોની કિંમત ક્રમશઃ 180, 600 અને 1500 રૂપિયા સુધી હશે. ટિકિટોને QR કોડ દ્વારા ઓનલાઇન ખરીદી પણ સ્થળ પર જ કરી શકાશે. કોચ્ચીના મુખ્ય ક્ષેત્રને વોટર મેટ્રો દ્વારા 10 દ્વીપો સાથે જોડવામાં આવશે. આ લોકોની યાત્રાનો સમય બચશે અને ટૂરિસ્ટોને પણ તેના દ્વારા આકર્ષિત કરવામાં મદદ મળશે.

વોટર મેટ્રો પ્રોજેક્ટને પર્યાવરણના હિસાબે પણ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, આ બોટ્સ ઇલેક્ટ્રિક હશે, તેમાં સોલર પેનલ લગાવવામાં આવી છે અને બેટરીઓ લાગી છે. તેનાથી કાર્બન ઉત્સર્જન ખૂબ ઓછું હશે. અત્યાર સુધી જે તસવીરો સામે આવી છે તેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં વોટર મેટ્રો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં મુસાફરી માટે પર્યટકોની ભીડ પણ જોવા મળશે. આ પ્રકારે કેરળમાં વોટર મેટ્રોથી સફર સરળ થશે. તો ટૂરિસ્ટોને આવવા-જવાથી સ્થાનિક લોકોની કમાણીમાં પણ વધારો થશે. આ પ્રોજેક્ટ પર કુલ 1137 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp