2024ની ચૂંટણી બાદ PM મોદી સતત ત્રીજી વખત PM બનશે: CM હિમંતા બિસ્વા

PC: hindi.webdunia.com

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બનશે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) અને દેશના એકમાત્ર PM પદના ઉમેદવાર છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે, 'વર્ષ 2024માં લોકોના આશીર્વાદથી PM નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.'

PMના કાર્યાલય માટે અન્ય સંભવિત ઉમેદવારો વિશે પૂછવામાં આવતા, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ટોચના પદ માટે કોઈપણ ઉમેદવાર હોઈ શકે છે અને તેમાં કંઈ ખોટું નથી. જો કે, આ દરમિયાન તેમણે કહ્યું કે PM પદ માટે ઘણા ઉમેદવારો હોઈ શકે છે, પરંતુ માત્ર PM નરેન્દ્ર મોદી જ સતત ત્રીજી વખત PM બનશે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન BJP પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ RSS અને BJPને પોતાના ગુરુ માને છે અને તેઓ તેમને સારી તાલીમ આપી રહ્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર સરમાએ કહ્યું, 'જો તેઓ BJPને પોતાનો ગુરુ માને છે તો તેમણે નાગપુર જવું જોઈએ. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ RSS અને BJPને પોતાનો ગુરુ ન માને, પરંતુ ભારત માતાના ધ્વજને માનવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીનું નાગપુરમાં સ્વાગત છે, તેમણે ભારત માતાના ધ્વજ સામે ગુરુ દક્ષિણા આપવી જોઈએ.

રાહુલ ગાંધીએ આ શિયાળામાં જાહેર કાર્યક્રમોમાં ઊની કપડાં પહેર્યા ન હોવા અંગે, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનું ફેશન સ્ટેટમેન્ટ હતું. તેમણે કહ્યું કે, 'દેશમાં ઘણા એવા લોકો છે જે કોંગ્રેસના લાંબા શાસનને કારણે હજુ પણ ગરીબ છે. ગરીબો ધાબળા કે ઊની કપડાં ખરીદી શકતા નથી. રાહુલ પાસે બધું જ છે પણ તે પહેરતો નથી. આ રાહુલનું ફેશન સ્ટેટમેન્ટ છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું BJP અને RSSના લોકોનો આભાર માનવા માંગુ છું, કારણ કે તેઓ મને જેટલા વધુ નિશાન બનાવે છે, તેના કારણે મને મદદ મળે છે. હું ઈચ્છું છું કે તેઓ આ કામ પૂરી તાકાતથી એવી રીતે કરે કે જેથી કોંગ્રેસ પાર્ટી તેની વિચારધારાને સારી રીતે સમજી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp