PMએ જણાવ્યું 9 વર્ષમાં કેવી રીતે બદલાઇ હેડલાઇન, મીડિયાને TRP વધારવા આઇડિયા આપ્યો

PC: indiatv.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને પોતાના કાર્યકાળ દરમિયાન દેશમાં થયેલા બદલાવોનો પણ ઉલ્લેખ કર્યો. તેમને પોતાના ભાષણમાં બદલાયેલા સમાચારોમાં, બદલાયેલા ભારતની ઝલક નજરે પડી. સાથે જ મીડિયાને TRP વધારવાનો ફોર્મ્યૂલા પણ આપ્યો હતો. મંચ પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2014 અગાઉ હેડલાઇન્સ રહેતી હતી કે ‘આ સેક્ટરમાં કરોડો રૂપિયાનો કૌભાંડ. ભષ્ટાચાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે શું હેડલાઇન હોય છે? ભ્રષ્ટાચારના કેસોમાં એક્શનના કારણે ભયભીત, લામબંધ થયા, રસ્તાઓ પર ઉતર્યા. મીડિયાએ પહેલા કૌભાંડોના સમાચાર દેખાડી દેખાડીને ખૂબ TRP હાંસલ કરી છે. આજે મીડિયા પાસે અવસર છે કે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી દેખાડીને TRP વધારે. પહેલા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની હેડલાઇન રહેતી હતી. નક્સલી ઘટનાઓની હેડલાઇન રહેતી હતી, આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર વધારે આવે છે.

પહેલા પર્યાવરણના નામ પર મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકવાના સમાચાર આવતા હતા, આજે પર્યાવરણ સાથે જોડાયેલા પોઝિટિવ ન્યૂઝ સાથે જ નવા હાઇવે-એક્સપ્રેસવે બનવાના સમાચાર આવે છે. પહેલા ટ્રેનોની દુઃખદ દુર્ઘટનાઓના સમાચારો સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે. પહેલા એર ઇન્ડિયાના કૌભાંડની-બેહાલીના સમાચાર સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે.  પ્રોમિસ અને પરફોર્મન્સનો આ જ બદલાવ ઇન્ડિયા મૂવમેન્ટ લઇને આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય, વિદેશ પણ, દુનિયાના વિદ્વાન પણ ભારતને લઇને આશાવાન હોય, આ બધા વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને નીચું દેખાડવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક શુભ થાય છે તો એક કાળા ટીકા લગાવવાની પરંપરા હોય છે. તો આજે એટલું શુભ થઇ રહ્યું છે કે લોકોએ કાળા ટીકા લગાવવાની જવાબદારી લીધી છે. તે એટલે કે નજર ન લાગી જાય.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે એટલા બધા ગ્લોબલ ચેલેન્જ છે. 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સૌથી મોટું સંકટ. બે દેશ મહિનાઓથી યુદ્ધમાં છે. આખી દુનિયાની સપ્લાઇ ચેન અસ્તવ્યસ્ત છે. એ સ્થિતિમાં ઇન્ડિયન મૂવમેન્ટની વાત થવી સામાન્ય નથી. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે, જેના આપણે બધા સાક્ષી છીએ. આજે આખી દુનિયા ભારતને લઇને એક વિશ્વાસથી ભરેલી છે. આજે ભારતમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત દુનિયામાં નંબર-1 સ્માર્ટફોન ડેના કન્ઝ્યૂમર છે. આજે ભારત ગ્લોબલ ફિનટેક અડોપ્શન રેટમાં નંબર-1 છે.

આજે ભારત દુનિયાનો બીજો સોથી મોટો મોબાઇલ મેન્યૂફેક્ચરર છે. આજે ભારતમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ છે. એવી કેટલીય વાતો પર ચર્ચા થતી નથી. આજકાલ દરેક દેશમાં સ્પર્ધા ચાલી રહી છે કે ભારતથી ચોરી કરવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓ તેઓ પોતે જ આપણને આપે કે લઇ જાઓ. કેમ કે તેમને ભરોસો થયો છે કે હવે તેનું સન્માન એ જ સંભવ છે. આજ તો મૂવમેન્ટ છે. એ એમ જ થતું નથી. આજના ઇન્ડિયા મૂવમેન્ટની સૌથી ખાસ વાત એ છે કે આજે તેમાં પ્રોમિસ સાથે-સાથે પરફોર્મન્સ જોડાઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp