જાણો, કેટલા દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે PM મોદી, તેના પર કેટલો થયો ખર્ચ?

PC: indiatimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ દિવસોથી વિદેશ પ્રવાસ પર છે. સૌથી પહેલા 19 મેના રોજ વડાપ્રધાન જાપાન પહોંચ્યા. ત્યાં તેમણે G-7 શિખર સંમેલનમાં હાજરી આપી. ત્યારબાદ વડાપ્રધાન પાપૂઆ ન્યૂ ગિની પહોંચ્યા. હવે વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જશે. PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ ચર્ચામાં છે. 2014 બાદથી અત્યારસુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 68 વિદેશી પ્રવાસો દ્વારા 64 દેશોની યાત્રા કરી ચુક્યા છે. કેટલાક એવા પણ દેશ છે, જ્યાં PM એક કરતા વધુવાર જઈ ચુક્યા છે. તમે પણ જાણી લો કે PM મોદી કયા કયા દેશોની યાત્રા કરી ચુક્યા છે. આ યાત્રાઓ પર કેટલો ખર્ચ થાય છે? આ ખર્ચ કયા મંત્રાલયના ખાતામાં ચડે છે?

PM નરેન્દ્ર મોદી ત્રણ દેશો જાપાન, પાપૂઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. અહીં સૌથી પહેલા તેમણે જાપાનમાં G-7 શિખર સંમેલનમાં હાજરી આપી. આ દરમિયાન PM મોદીએ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ, ખાદ્ય, ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, જળવાયુ પરિવર્તન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી. આ ઉપરાંત, અહીં PM મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી. રશિયા-યૂક્રેન યુદ્ધ થયા બાદ બંને દેશોના રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હતી.

ત્યારબાદ PM મોદી પાપૂઆ ન્યૂ ગિની પહોંચ્યા. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપૂઆ ન્યૂ ગિનીની આ પહેલી યાત્રા હતી. અહીં તેમણે એક વૈશ્વિક નેતૃત્વ માટે પાપૂઆ ન્યૂ ગિની અને ફિઝીના વડાપ્રધાનને પોતપોતાના દેશના સર્વોચ્ચ સન્માન- કંપેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી પ્રદાન કર્યું. દુનિયામાં અત્યારસુધી માત્ર થોડાં જ ફિજીવાસી ના હોય તેવા બહારના લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પલાઉ ગણરાજ્યએ પણ PM મોદીને પોતાના સર્વોચ્ચ સન્માન એકબલ પુરસ્કારથી સન્માનિત કર્યા. હવે PM મોદી ઓસ્ટ્રેલિયા પહોંચશે અને ત્યાં તેમની મુલાકાત વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે થશે.

36 એવા દેશો જ્યાં માત્ર એકવાર ગયા વડાપ્રધાન

દુનિયામાં 36 દેશો એવા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર એકવાર યાત્રા કરી છે. તેમાંથી પણ ઘણા એવા દેશ છે, જ્યાં કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી યાત્રા છે. આંકડાઓ અનુસાર, વડાપ્રધાને જે દેશોનો માત્ર એકવાર પ્રવાસ કર્યો તેમા આર્જેન્ટિના, બહરીન, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફિજી, ઈરાન, આયર્લેન્ડ, ઇઝરાયલ, ઇટલી, જોર્ડન, કેન્યા, લાઓસ, મોરિશસ, મેક્સિકો, મંગોલિયા, મોઝામ્બિક, નેધરલેન્ડ, ઓમાન, પાકિસ્તાન, પાપૂઆ ન્યૂ ગિની, ફિલિસ્તાન, ફિલિપાઇન્સ, પોર્ટુગલ, કતર, રવાંડા, સેશલ્સ, સ્પેન, સ્વીડન, તજાકિસ્તાન, તાન્ઝાનિયા, તુર્કી, તુર્કમેનિસ્તાન, યુગાંડા, વેટિકન સિટી, વિયેતનામ સામેલ છે.

16 દેશો, જ્યાં બેવાર પહોંચ્યા PM મોદી

દુનિયાના 16 દેશોમાં વડાપ્રધાને બેવાર પ્રવાસ કર્યો છે. તેમા અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાંમાર, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને થાઈલેન્ડ સામેલ છે.

આ દેશોમાં ત્રણ અથવા વધુ વાર થઈ ચુકી છે PM મોદીની યાત્રા

  • શ્રીલંકા, બ્રિટન અને ઉઝ્બેકિસ્તાનમાં PM મોદી ત્રણ-ત્રણ વાર યાત્રા કરી ચુક્યા છે.
  • સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં PM મોદી ચાર-ચાર વાર યાત્રા કર ચુક્યા છે.
  • ચીન, નેપાળ અને રશિયાના પ્રવાસ પર પાંચવાર PM મોદી જઈ ચુક્યા છે.
  • ફ્રાન્સ અને જર્મનીની યાત્રા પર છવાર PM મોદી જઈ ચુક્યા છે.
  • અમેરિકા અને જાપાનમાં અત્યારસુધી PM મોદીની સાત યાત્રાઓ થઈ ચુકી છે.

PM મોદીના વિદેશ પ્રવાસ પર કેટલો ખર્ચ આવે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય વહન કરે છે. વડાપ્રધાન કાર્યાલયે 2014થી નવેમ્બર 2022 સુધીના આંકડાની જાણકારી આપી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ભૂટાનનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા પર ચાર્ટર્ડ પ્લેનનો કુલ ખર્ચ બે કરોડ 45 લાખ 27 હજાર 465 રૂપિયા થયો હતો. ત્યારબાદ બ્રાઝિલની યાત્રા પર ચાર્ટર્ડ પ્લેનનો કુલ ખર્ચ 20 કરોડ 35 લાખ 48 હજાર રૂપિયા આવ્યો. PM મોદીના દરેક વિદેશ પ્રવાસ પર લગભગ એટલો જ ખર્ચ ચાર્ટર્ડ પ્લેનનો આવે છે. સૌથી વધુ 24 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2019ની વચ્ચે જ્યારે PM મોદી અમેરિકા ગયા હતા, ત્યારે ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ 23 કરોડ 27 લાખ નવ હજાર રૂપિયા આવ્યો હતો. PM મોદીએ પોતાની ઘણી વિદેશ યાત્રા એરફોર્સના બોઇંગ બિઝનેસ જેટ એટલે કે BBJ જેટ દ્વારા પણ કરી છે. તેના પર થનારો કુલ ખર્ચ હજુ અપડેટ નથી થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp