PM મોદીએ નેહરુની પ્રશંસા કરી, આવું હતું સોનિયા ગાંધીનું રિએક્શન

PC: zeenews.com

સંસદના ખાસ સત્રની શરૂઆત પ્રધાનમંત્રી મોદીના સંબોધનની સાથે થઇ. પ્રધાનમંત્રી મોદીએ સૌથી પહેલા જી20 સમિટની ચર્ચા કરી. જી20ના સફળ આયોજનને કારણે ભારતની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દુનિયા ભારતને વિશ્વમિત્ર તરીકે જોઇ રહી છે. બીજા દેશો આજે ભારતની સાથે આગળ વધવા માગે છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો. જેના પર સોનિયા ગાંધીની અલગ પ્રતિક્રિયા જોવા મળી.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં પંડિત નેહરૂએ દેશહિતમાં કરેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, નેહરૂની ઉપલબ્ધિઓના ગુણગાન થાય તો કોણ સદસ્યો હશે જેમને તાળીઓ પાડવાનું મન ન થાય... પણ આ લોકતંત્ર છે, અહીં બધુ જોવું પડે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા નેહરૂજીની પ્રશંસા પછી પણ કોંગ્રેસ નેતાઓએ તાળીઓ વગાડી નહીં. પ્રધાનમંત્રીના આ વાક્યથી સોનિયા ગાંધી પાછળ ફરીને કોંગ્રેસ નેતાઓ સાથે વાત કરતા ખુશ જોવા મળ્યા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ સંસદે નેહરૂથી લઇ અટલ અને મનમોહન સુધી સફર અને તેમના દ્વારા દેશહિતમાં કરેલા કામોને પણ જોયા છે. હું હંમેશા કહું છું કે દેશને આગળ લઇ જવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે.

પંડિત નેહરૂની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે, આ સંસદમાં પૂર્વ વડાપ્રધાનની સ્ટ્રોક ઓફ મિડ નાઇટની ગૂંજ સૌ કોઈને પ્રેરિત કરતી રહેશે. નેહરૂ જીએ બાબ સાહેબ આંબેડકરને પોતાની સરકારમાં મંત્રીના રૂપમાં સામેલ કર્યા હતા. ફેક્ટરી કાયદામાં આંતરરાષ્ટ્રીય સલાહોને સામેલ કરવાના ફાયદા આજ સુધી દેશને મળી રહ્યા છે. નેહરૂજીની જ સરકારમાં બાબા સાહેબ આંબેડકર પાણીની પોલિસી લઇને આવ્યા હતા.

પૂર્વ પ્રધાનમંત્રીઓનો કામો વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, આ એજ સંસદ છે જેમાં વાજપેયી જીએ યાદગાર ભાષણ આપતા કહ્યું હતું કે નેતાઓ આવતા જતા રહેશે, સરકાર બનતી અને પડતી રહેશે પણ આ દેશ હંમેશા રહેવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp