- National
- 5 વર્ષમાં PM મોદીએ બદલી ચાર કાર, નવી કારની આટલી છે કિંમત
5 વર્ષમાં PM મોદીએ બદલી ચાર કાર, નવી કારની આટલી છે કિંમત
2014માં દેશની કમાન સંભાળ્યા પછી વડા પ્રધાન મોદી BMW 7 સીરીઝની લક્ઝરી સેડાનમાં મુસાફરી કરતા હતા. 2017માં તેઓ રેન્જ રોવર સેન્ટિનેલ SUVથી લાલ કિલ્લા પહોંચ્યા અને 2018માં પણ તેનો ઉપયોગ કર્યો. તેમણે 2019 સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ટોયોટા લેન્ડ ક્રુઝરનો ઉપયોગ કર્યો હતો પરંતુ હવે તેમની સત્તાવાર સવારી બદલાઈ ગઈ છે.
હાલમાં 5 નવેમ્બરના રોજ થાઇલેન્ડ પ્રવાસથી ભારત પરત ફરતા કેટલીક ચેનલો પર PM મોદીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમની પાસે ટોયોટા લેન્ડ ક્રુઝર જોવા મળી હતી. ખાસ વાત એ હતી કે તે આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લેન્ડ ક્રુઝરમાં આવ્યા હતા, પરંતુ 5 નવેમ્બરના રોજ તેઓ નેક્સ્ટ જનરેશન લેન્ડ ક્રુઝરમાં દેખાયા હતા.
.jpg)
નેકસ્ટ જનરેશનલ લેન્ડ ક્રુઝરની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 1.7 કરોડ છે, જ્યારે તેની ઓન-રોડ કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. દેખાવમાં, તે સામાન્ય લેન્ડ ક્રુઝર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક જબરદસ્ત બુલેટપ્રૂફ વાહન છે. જો કે ટોયોટા મર્સિડીઝ, લેન્ડ રોવર અને BMW જેવા સશસ્ત્ર વાહનોનું નિર્માણ કરતું નથી, તે સંભવત: કોઈ બાહ્ય એજન્સી દ્વારા બનાવવામાં આવી છે.

3.5 ટન વજન ધરાવતી ક્રુઝરમાં 4.5 લિટર વાળું V 8 એન્જિન આપવામાં આવ્યું છે, જે મહત્તમ પાવર 262 BHP અને 650 NMનો ટોર્ક આપે છે. આ કાર ફોર વ્હીલ ડ્રાઇવ છે અને ખરાબ રસ્તા પર પણ સરળતાથી દોડી શકે છે. બુલેટ પ્રુફ હોવાથી તેનું વજન વધી જાય છે જેને લીધે આને પાવરફુલ એન્જિનની ખાસ જરૂર રહે છે.

