યુનિફોર્મ સિવિલ કોડ પર PM મોદીનું મોટું નિવેદન, જૂઓ વીડિયો

PC: news18.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સમાન નાગરિક ધારા પર મોટું નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે વિપક્ષોને પણ આડે હાથે લીધા છે.

PM મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે. વડાપ્રધાને કહ્યું કે બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે. તેમણે  વિપક્ષ પર આડકતરું નિશાન સાધાને કહ્યું કે, કેટલાક લોકો યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમેરિકાના પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ પર મોટું નિવેદન આપ્યું છે.PM મોદીએ કહ્યું કે દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટે કહ્યું છે. PM મોદીએ પસમંદા મુસ્લિમો પર પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજકારણે પસમંદા મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુસ્લિમ વોટ બેંકની સાથે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મુસલમાનોને નાગરિક સંહિતાના નામે ભડકાવવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ હવે ત્રિપલ તલાક બંધ થઇ ચૂક્યા છે. તેમણે આગળ કહ્યુ કે, ત્રિપલ તલાક એ મુસલમાન દીકરીઓ સાથે અન્યાય છે. PM મોદીએ કહ્યું કે જે લોકો ત્રિપલ તલાકની તરફેણ કરી રહ્યા છે તે વોટ બેંકના ભૂખ્યા છે.તેઓ મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યા છે. ત્રિપલ તલાક આખા પરિવારને નષ્ટ કરી નાંખે છે. PM મોદીએ કહ્યું  કે,તાજેતરમાં, હું ઇજિપ્તમાં હતો તેમણે લગભગ 80-90 વર્ષ પહેલાં ત્રિપલ તાલક તલાક નાબૂદ કરી દીધા છે.

PM મોદીએ વિપક્ષી એકતા પર પણ પ્રહારો કર્યા.PM મોદીએ કહ્યું કે આ લોકો જુગલબંધી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે,વિપક્ષ કૌભાંડોની ખાતરી આપી શકે છે.PM મોદીએ કહ્યું કે વિરોધ પક્ષોને કૌભાંડોનો અનુભવ છે. વિરોધ એ ભ્રષ્ટાચારની ગેરંટી છે. તેમણે RJD, TMCના કૌભાંડો ગણ્વ્યા હતા. તેમણે કહ્યું કે હું તમામ કૌભાંડીઓ અને ગરીબોને લૂંટનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપું છું. તેમણે કહ્યું કે દેશને લૂંટનારાઓનો ચોક્કસ હિસાબ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp