PM મોદીએ કેમ કહ્યું આ વખતના આપણા બજેટ પર આખી દુનિયાની નજર છે

PC: ndtv.com

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ વખત બજેટ કેવું હશે અને ક્યાં આ વખતના બજેટમાં આશાની કિરણ લઇને આવી રહ્યું છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલી વખત સંયુક્ત સદનને સંબોધિત કરી રહ્યા છે અને તે ભારતનું ગૌરવ છે. સંસદીય પરંપરાનું ગૌરવ છે.

રાષ્ટ્રપતિના અભિભાષણને લઇને પણ મોટી અપીલ કરી. તેમણે કહ્યું કે, જેમ નવા સાંસદોને અમે ધ્યાનથી સાંભળીએ છીએ એવી જ રીતે રાષ્ટ્રપતિ જી પહેલી વખત બંને સદનને સંબોધિત કરશે અને આપણે તેમનું ભાષણ ધ્યાનથી સંભાળવું જોઇએ. સંસદના બજેટ સત્ર અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે અને અર્થવ્યવસ્થાની દુનિયાથી વિશ્વસનીય અવાજો, એક સકરાત્મક સંદેશ, આશાનું કિરણ અને ઉત્સાહની શરૂઆત લઇને આવી રહી છે. આશાની કિરણ લઇને આવી રહી છે અને નવી આશાઓ લઇને આવી રહી છે.

તેમણે આગળ કહ્યું કે, ભારતના બજેટ પર વિશ્વની નજર છે અને આખી દુનિયાની અર્થવ્યવસ્થાને રોશની આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ કાલે (1 ફેબ્રુઆરી 2023) બજેટ લઇને આવી રહ્યા છે. આ બજેટ પર ન માત્ર ભારત, પરંતુ વિશ્વનું પણ ધ્યાન છે. ભારતનું આ બજેટ દુનિયાની ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને પણ પ્રકાશ આપશે. તેમણે આગળ કહ્યું કે, મને આશા છે કે નિર્મલા જી દરેક આશા પર ખરા ઉતરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAનું એક જ લક્ષ્ય રહ્યું છે ‘ઇન્ડિયા ફર્સ્ટ, સિટિઝન ફર્સ્ટ.’

મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓને સંસદના બજેટ સત્રમાં ભાગ લેવા અને ચર્ચા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બજેટ સત્રમાં તકરાર પણ રહેશે અને તકરીર પણ રહેશે. સદન દરેક મુદ્દા પર સારી રીતે ચર્ચા કરશે. મને વિશ્વાસ છે કે વિપક્ષના બધા સાથી મોટી તૈયારી સાથે સુક્ષ્મતાથી સ્ટડી કરીને સદનમાં પોતાની વાત રાખશે. બધા સાંસદ પૂરી તૈયારી સાથે આ સત્રમાં હિસ્સો લેશે. આ સત્ર આપણાં બધા માટે મહત્ત્વપૂર્ણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp