રાહુલની યુએસ યાત્રાના આયોજક કચ્છી માંડુ સામ પિત્રોડાએ પીએમ મોદીના કરી દીધા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધિકારીક રાજકીય યાત્રા પર અમેરિકાની ઐતિહાસિક યાત્રા પહેલા કોંગ્રેસ નેતા સેમ પિત્રોદાએ કહ્યું છે કે, દુનિયાની સૌથી વધુ આબાદી ધરાવતા દેશના વડાપ્રધાન દરેક જગ્યાએ સન્માનના હકદાર છે અને તેમને તેમના પર ગર્વ છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોદા હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે તેમના ત્રણ શહેરોના છ દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. રાહુલ ગાંધીએ સત્તારૂઢ BJPને બદલે ભારત વિશે પોતાના વૈકલ્પિક દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારની ટીકા કરી રહ્યા છે. જોકે, તેમણે યૂક્રેન અને ચીનના ટકરાવ જેવા મુદ્દાઓ પર સત્તારૂઢ પાર્ટીની વિદેશ નીતિના વલણનું સમર્થન કર્યું છે.
સેમ પિત્રોદાએ કહ્યું, તેઓ (રાહુલ ગાંધી) જાણે છે કે અમે (ભારત) ક્યાં યોગ્ય કરી રહ્યું છે, અમે તમામ તેના પક્ષમાં છીએ અને તમે જુઓ, કોઈકે મને જણાવ્યું કે, ભારતીય વડાપ્રધાનનું ખૂબ જ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મેં કહ્યું કે, હું તે અંગે ખુશ છું કારણ કે, તમામ મતભેદો છતા તેઓ મારા પણ વડાપ્રધાન છે. સેમ પિત્રોદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- તેમનું સ્વાગત થઈ રહ્યું છે કારણ કે, તેઓ ભારતના વડાપ્રધાન છે. એટલા માટે નહીં કે તેઓ BJPના વડાપ્રધાન છે. આ બંને બાબતોને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે કહ્યું, 1.5 અબજની આબાદીવાળા દેશના વડાપ્રધાન દરેક જગ્યાએ સન્માનના હકદાર છે અને મને તેમના પર ગર્વ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોદાએ કહ્યું, હું તેને લઇને નકારાત્મક નથી. રાષ્ટ્રપતિ જો બાઇડેન 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આધિકારીક રાજકીય યાત્રાની મેજબાની કરશે, જેમા રાજકીય રાત્રિભોજ પણ સામેલ હશે. પિત્રોદાએ કહ્યું કે, પરંતુ તમે જુઓ, તેઓ (BJP નેતા) દરેક સંદેશને તોડી-મરોડીને રજૂ કરે છે. તેઓ દરેક બાબતને ગૂંચવી દે છે અને ત્યારબાદ તેઓ વ્યક્તિગત હુમલા પર ઉતરી આવે છે. આ લોકતંત્ર નથી. અન્ય મનુષ્યો માટે મનમાં થોડું તો સન્માન રાખો. તમે સોશિયલ મીડિયા પર 50 લોકોને જૂઠાણા સાથે તમારી પાછળ પડી જવા માટે લગાવી દેશો.
જણાવી દઈએ કે, સેમ પિત્રોદા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે. સેમ પિત્રોદાએ જ રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસની સંપૂર્ણ જવાબદારી સંભાળી રાખી છે. એક દિવસ પહેલા જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષોમાં સત્તા અને ધન માત્ર કેટલાક લોકો સુધી જ સીમિત થઈ ગયુ છે. છેલ્લાં નવ વર્ષોમાં ભારતમાં ધ્રુવીકરણ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp