PM મોદીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો, પંજાબના 9 ઓફિસર પર આવી તવાઈ

PC: dnaindia.com

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. આ મામલામાં 9 પોલીસ ઓફિસરો પર તવાઈ આવી છે. વિસ્તૃત તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અસલમાં ગત વર્ષે જ્યારે PM મોદી પંજાબ ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ગયા હતા, ત્યારે ખેડૂતોએ તેમના કાફલાને રસ્તાની વચ્ચે અટકાવી દીધો હતો. તેને PMની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી હતી. આશરે 20 મિનિટ સુધી વડાપ્રધાનનો કાફલો ફસાઈ રહ્યો હતો. ત્યારની ચન્ની સરકારે દાવો કર્યો હતો કે, છેલ્લી ઘડીએ PMનો રૂટ બદલી દેવામાં આવ્યો હતો, તેમજ BJPએ કોંગ્રેસ પર જ ગંભીર આરોપ લગાવી દીધા હતા. હવે એ જ મામલામાં 9 પોલીસ અધિકારીઓ પર તવાઈ આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે સમયના ચીફ સેક્રેટ્રી અનિરુદ્ધ તિવારી, પંજાબ DGP એસ. ચટ્ટોપાધ્યાય, SSP હરમનદીપ સિંહ, ત્યારના ડેપ્યૂટી આઈજી સુરજીત સિંહને દોષી માનવામાં આવ્યા છે.

મોટી વાત એ છે કે, PMની સુરક્ષામાં થયેલી ચૂકના મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 5 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. જેની આગેવાની રિટાયર્ડ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા કરી રહ્યા હતા. છ મહિના પહેલા તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમા રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ પ્રમુખ એસ. ચટ્ટોપાધ્યાય અને અન્ય ટોચના અધિકારીઓને ચૂક માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આ અઠવાડિયાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ કુમાર જંજુઆ પાસે કાર્યવાહીનો રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. તેમા રાજ્ય સરકાર દ્વારા દોષી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં વિલંબનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

5 જાન્યુઆરી, 2022ના રોજ PM પંજાબ પ્રવાસ પર ગયા હતા. જ્યારે ત્યાં બઠિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જવા માટે રસ્તાના માર્ગે યાત્રા કરી રહ્યા હતા તો તેમનો કાફલો એક ફ્લાઇઓવર પર અડધો કલાક સુધી ફસાઈ રહ્યો. ગૃહ મંત્રાલયે ત્યારે જણાવ્યું હતું કે, PM મોદીના કાર્યક્રમ અને પ્રવાસ વિશે પંજાબ સરકારને પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું. એવામાં નિયમો અનુસાર, રાજ્યએ સુરક્ષાની સાથોસાથ આકસ્મિક યોજના તૈયાર રાખવાની જરૂર હતી. જોકે એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમારા CMનો આભાર વ્યક્ત કરજો કે હું જીવતો પાછો આવી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp