PMએ કહ્યું- 2023 શાનદાર હોય, રાહુલ બોલ્યા-દરેક શહેરમાં મોહબ્બતની દુકાન ખુલશે

PC: hindi.news18.com

આખા વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઇ રહી છે, વર્ષ 2022ને વિદાય આપીને 2023નું સ્વાગત કરવાની ખુશી અને નવા નર્ષના આગમનની શુભકામનાઓ સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તમારુ 2023 શાનદાર હોય, આ વર્ષ આશા, ખુશી અને ઘણી બધી સફળતાથી ભરેલું હોય. દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એવા આશિર્વાદ મળે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, વર્ષ 2023ની દરેકને હાર્દિક શુભેચ્છા. આ વર્ષ તમારા દરેક માટે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરી કે, તમને દરેકને નવા વર્ષની શુભેચ્છા. વિદેશોમાં રહેનારા દરેક સાથી નાગરિકો અને ભારતીયને શુભેચ્છા. વર્ષ 2023 આપણા જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્ય અને ઉપલબ્ધીઓ લઇને આવે. તો આવો દેશની એકતા, અખંડતા અને શમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લઇએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તમને દરેકને ઇસવી સન્ 2023ની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભુ શ્રી રામની કૃપાથી આ નૂતન વર્ષ તમારા દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, ઉત્સાહ અને આરોગ્યથી અભિસિંચિત કરે.

જ્યારે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આશા છે કે, 2023માં દરેક ગલી, દરેક ગામ, દરેક શહેરમાં ખુલશે મોહબ્બતની દુકાન. દરેકને નવા વર્ષની શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp