PM મોદીએ કેમ કહ્યું કેટલીક પાર્ટી મોદીના મરવાની રાહ જોઇ રહી છે

PC: indianexpress.com

મેઘાલય વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તુરામાં શુક્રવારે કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને તો મેઘાલયની યાદ માત્ર ચૂંટણી દરમિયાન જ આવતી હતી. તેઓ તમારા હક્કના પૈસા લૂંટી લેતા હતા. કોંગ્રેસ માટે મેઘાલય ATM છે. ભાજપ જાતિ-ધર્મના આધાર પર ભેદભાવ કરતી નથી. અમારી સરકાર કેરળના ઇસાઇ ધર્મની નર્સને ઇરાકથી આતંકવાદીઓના કબજામાંથી બચાવીને લાવી. અમે ઇસાઇ ધર્મ સહિત દરેક માટે કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલય સહિત આખા નોર્થ ઇસ્ટના વિકાસ માટે અમે જૂના વિચાર અને અપ્રોચને બદલી દીધો છે. કોંગ્રેસની સરકારોએ આ હિસ્સાને દેશનો છેલ્લો હિસ્સો માની લીધો હતો, જ્યારે ભાજપ નોર્થ ઇસ્ટને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન માને છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે કૌભાંડ અને ભ્રષ્ટાચારથી મુક્તિ છે. રાજ્યમાં ભાજપ સરકાર એટલે કે ગરીબોનું પાકું ઘર, વીજળી અને પાણી આપનારી સરકાર છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની પરેશાનીઓ ઓછી કરનારી સરકાર છે.

આ બધુ જોઇને અહીંના લોકોએ નક્કી કર્યું છે કે દિલ્હી અને શિલોંગ બંને જગ્યા પર ભાજપની સરકાર હોવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષોમાં નોર્થ ઇસ્ટના બજેટમાં ઘણો બધો વધારો કર્યો છે. અમે સૌનો સાથ, સૌના વિશ્વાસને ધ્યાનમાં રાખતા કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારામાં સંગમા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, રાજ્યમાં ન તો રસ્તા બન્યા છે, ન શાળા-કોલેજ અને ન તો હૉસ્પિટલ બની છે. અહીંના યુવાનો કહી રહ્યા છે કે ભરતીઓમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ છે.

ભાજપે મેઘાલયની બધી સીટો પર પહેલી વખત ઉમેદવાર ઉતાર્યા છે. જ્યાં 27 ફેબ્રુઆરીના રોજ નાગાલેન્ડ સાથે મતદાન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલયના હિતોને બધી પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના નાના મુદ્દા પર વહેંચવામાં આવ્યા. આ રાજનીતિએ તમારું ખૂબ નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદને લઇને પણ પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, મેઘાલયને વંશવાદી રાજનીતિથી મુક્ત થવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને એમ કહેતા ખુશી થઇ રહી છે કે મેઘાલય અને પૂર્વોત્તરની જનતા કમળ અને ભાજપ સાથે છે. મેઘાલયને ‘પરિવાર પ્રથમ’ સરકારની જગ્યાએ ‘જન પ્રથમ’ સરકારની જરૂરિયાત છે. યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારી હોય, સરકારી કર્મચારી હોય, દરેક ભાજપ સરકારની માગ કરી રહ્યું છે. મેઘાલય સાથે સાથે ઉત્તર પૂર્વમાં ભાજપના સમર્થનની ભાવના કેટલાક પરિવારોના સ્વાર્થી કાર્યોનું પરિણામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp