PM મોદી અને CM યોગીની બહેનોની મુલાકાત, ઓળખી બતાવો કોણ છે?

PC: rajyasameeksha.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બહેન વાસંતીબેન મોદી તેમના પતિ હસમુખ અને અન્ય લેકો નીલકંઠ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. એ પછી વાસંતીબેન કોઠાર ગામમાં આવેલા પાર્વતી મંદિર ગયા હતા. અહીં તેમણે મંદિર પરિસરમાં સંચાલિક દુકાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશિ દેવી સિંહ સાથે મુલાકાત  કરી હતી. બંને બહેનોના ચહેરા પર ખુશી છળકી ઉઠી હતી.

શ્રાવણ મહિનામાં તીર્થધામ ઋષિકેશની બાજુમાં આવેલા પૌડીના નીલકંઠ મંદિરમાં શિવના ભક્તો ઉમટી પડે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વાસંતીબહેન તેમના પતિ હસમુખભાઇ અને અન્ય લોકો સાથે દર્શન કરવા પહોંચ્યા હતા.

એ પછી વાસંતીબહેન કોઠાર ગામમાં આવેલા પાર્વતી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેમણે મંદિર પરિસરમાં આવેલી દુકાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી સિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમના પરિવારના હાલચાલ પુછ્યા હતા. તેમની વાયરલ થયેલી તસ્વીરો પરથી અંદાજ આવે છે કે દેશના બે મહત્ત્વના નેતાઓની બહેનો એકબીજાને મળીને એકદમ પ્રસન્ન નજરે પડી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંનેના પરિવારો એકદમ સાદાઇથી રહે છે. દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો પરિવાર હોય તો ભારે ઠાઠમાઠ જોવા મળે, પરંતુ આ બંને નેતાઓના પરિવારો જાહેરમાં ભાગ્યેજ જોવા મળે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો 21 વર્ષની ઉંમરે પરિવારને છોડીને ગોરખપુર ચાલ્યા ગયા હતા અને સંન્યાસ લીધા પછી તેમનું નામ અને સ્થળ બદલી નાંખ્યા હતા. ઉત્તરાખંડના પંચૂર ગામના અજય બિષ્ટ યોગી આદિત્યનાથ થઇ ગયા.

ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં રહેતા યોગી આદિત્યનાથ 4 ભાઇઓ અને 3 બહેનોમાં બીજા નંબરના ભાઇ છે. યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના એક નાનકડા ગામ પંચૂરમાં થયો હતો. અત્યારે યોગી આદિત્યનાથ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે.

ગયા વર્ષે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડમાં તેમના વતન ગામ પંચુર પહોંચ્યા હતા. ગામમાં પહોંચતાની સાથે જ તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. આ પછી તે ગામના લોકોને મળ્યા હતા.દરમિયાન, CM યોગીના બહેન શશીએ કહ્યું હતું કે બધા ખૂબ ખુશ છે. દરેક વ્યક્તિ આવીને તેને મળવા આવે છે. તેમની પાસેથી આશીર્વાદ લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp