કવિ મુનવ્વર રાણાના ઘરે થઇ ચોરી, ચોરો 40 લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા

PC: aajtak.in

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાના ઘરે ચોરી થયાના સમાચાર છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. હાલમાં મુનવ્વર રાણા હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ છે ત્યારે ચોરીની આ ઘટના બની છે. પરિવારના સભ્યો તેમની સારવાર માટે હોસ્પિટલમાં છે. મીડિયા સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ, ચોરોએ તેમના ઘરમાં રાખેલા લગભગ 40 લાખના દાગીનાની ચોરી કરીને લઇ ગયા હતા. પોલીસે આ મામલે FIR નોંધી લીધી છે. પોલીસ ચોરોની તલાશ કરી રહી છે.

મુનવ્વર રાણા લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં F.I. ઢીંગરા એપાર્ટમેન્ટમાં ફ્લેટની અંદર રહે છે. તબિયત સારી ન હોવાને કારણે મુનવ્વર રાણાને PGIમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ચોરાયેલી જ્વેલરી મુનાવર રાણાની પુત્રી ફૌઝિયાના છે. વાસ્તવમાં મુનૌવર રાણાની પુત્રી ફૌઝિયા રાણા બિહારમાં તેના સાસરિયાના ઘરેથી અહીં તેના પિતાની તબિયત સારી ન હોવાથી તેમને જોવા માટે આવી હતી અને પોતાની સાથે તેના કેટલાક ઘરેણાં પણ લઇ આવી હતી. તેણે દાગીના એક થેલીમાં ભરીને સ્ટોર રૂમમાં રાખ્યા હતા. ત્યાર પછી તેણે ઘરેણાં જોયા તો તે ગાયબ હતા અને માત્ર ખાલી બોક્સ જ પડ્યા હતા. આ મામલે DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા કૌશિકનું કહેવું છે કે, ચોરીની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. CCTV ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે ચોરોની શોધ કરવામાં આવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મુનવ્વર રાણાની તબિયત ઘણા સમયથી સારી નથી. મે મહિનામાં પણ તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ આ જ રીતે તેમની તબિયત બગડી હતી. આ પછી તેને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુનવ્વર રાણા કિડનીની સમસ્યાને કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આ અગાઉ તેમની દિલ્લીમાં પણ સારવાર થઈ હતી.

મુનવ્વર રાણા પ્રખ્યાત શાયર અને કવિ છે. તેઓ ઉર્દૂ ઉપરાંત હિન્દી અને અવધી ભાષાઓમાં લખે છે. તેમને ઉર્દૂ સાહિત્ય માટે 2014નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2012માં, તેમને શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જો કે, તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમીને એ એવોર્ડ પરત કર્યો હતો. ઉપરાંત, આ સાથે જ, વધતી જતી અસહિષ્ણુતાને ટાંકીને, તેમણે ક્યારેય સરકારી એવોર્ડ નહિ સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp