નકલી પોલીસ સ્ટેશન પર પડી રેડ, 500 રૂપિયા રોજ પર કામ કરતા ગુનેગારો

PC: aajtak.in

બિહારના બાંકામાં બુધવારે સવારે પોલીસે રેઇડ પાડીને એક નકલી પોલીસ સ્ટેશનને બંધ કર્યુ હતુ. બાંકામાં આવેલા અનુરાગ ગેસ્ટ હાઉસમાં આ નકલી પોલીસ સ્ટેશન ચાલી રહ્યુ હતુ. આ રેઇડમાં પોલીસે નકલી પોલીસનો યુનિફોર્મ પહેરનાર એક પૂરુષ અને એક મહિલાને પણ અરેસ્ટ કરી હતી.

નકલી પોલીસ ઓફિસર બનેલી યુવતી અનિતા દેવી પાસેથી એક દેશી બંદૂક પણ મળી આવી છે. તેણે એવું કહ્યું હતું કે તેને આ બંદુક વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શીખવા માટે આપવામાં આવી હતી. તેણે એવો દાવો કર્યો છે કે તેની ફરી ભરતી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કહેવા પર થઈ હતી.

નકલી પોલીસ સ્ટેશનમં ક્લાર્કનું કામ કરતાં ફુલ્લીડુમરના લૌઢિયા ગામના રહેવાશી રમેશ કુમાર અને સુલતાનગંજના ખાનપુરની રહેનારી જુલી કુમારીને પણ પોલીસે અરેસ્ટ કરી છે.

ભાગલપુર જિલ્લાના ખાનપુરમાં રહેનારા આકાશ કુમારને પણ પોલીસે નકલી યુનિફોર્મમાં અને કેટલાક કાગળોની સાથે અરેસ્ટ કર્યો છે. પોલીસ દ્વારા પૂછવામાં આવતાં દરેક આરોપીએ કહ્યું કે તેઓ સીનિયર ઓફિસર ભોલા યાદવના આદેશ પર કામ કરતા હતા. આરોપી ભોલા યાદવ ફુલ્લીડુમર વિસ્તારનો રહેવાશી છે.

આરોપિયોએ કહ્યુ કે કામની સામે તેમને રોજના પાંચસો રૂપિયા મળતા હતા. પોલીસે આ ગેસ્ટ હાઉસમાંથી તેમના પર્સનલ રસોઈયાને પણ અરેસ્ટ કર્યો છે અને હાલમાં તેની પણ પૂછતાછ ચાલુ છે.

આ કેસને લઈને એસડીપીઓ ડી. સી. શ્રિવાસ્તવે કહ્યુ કે નકલી પોલીસની ટૂકડીને ચલાવનાર મુખ્ય વ્યક્તિ હજી પણ ફરાર છે. તેને પણ જલદી અરેસ્ટ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp