‘મારી મમ્મી મરી જશે, ઘરે આવી જાવ’ કહી યુવતીએ ડૉક્ટરને બોલાવ્યો ઘરે, કપડા કાઢી...

PC: uptak.in

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક બાદ એક હનીટ્રેપની ઘટના સામે આવતી જઈ રહી છે. એવી જ એક ઘટના શહેરની એક ખાનગી હૉસ્પિટલના ડૉક્ટર હનીટ્રેપમાં ફસાઈ ગયા હતા. પોલીસે કાર્યવાહી કરતા 22 વર્ષીય આરોપી યુવતી હિમાનીની ધરપકડ કરીને જેલ મોકલી આપવામાં આવી છે. તો તેમાં ફસાયેલા ડૉક્ટરનું આઘાતમાં મોત થઈ ગયું હતું. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારની ઘટનાથી પોતાને દૂર રાખો, નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓના CUG પર કોલ કરીને ફરિયાદ કરો.

આ ઘટના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંની કોલોનીમાં ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવતો હતો. 10 ઓક્ટોબર 2022ના રોજ ડૉક્ટર પાસે કોલ આવ્યો હતો. કોલ કરનારી યુવતીએ કહ્યું હતું કે તેણે ખૂબ મુશ્કેલીથી નંબર હાંસલ કર્યો છે. હું B.sc નર્સિંગ કરી ચૂકી છું, મારી આર્થિક સ્થિતિ પણ સારી નથી, મને જોબ જોઈએ છે. ડૉક્ટરે વાત કરવા માટે સમય ન હોવાનું કહીને કોલ બંધ કરી દીધો હતો. એ જ સાંજે આરોપી યુવતીએ પોતાની એક સખી (મકાન માલિક) સાથે ડૉક્ટરના ક્લિનિક પહોંચી ગઈ. યુવતીએ પોતાની સખી સાથે મળીને પોતાની પીડા બતાવી અને કહ્યું કે, મને ક્યાંય પણ જોવાની જરૂરિયાત છે.

લગભગ 10 દિવસ બાદ હિમાનીએ ફરીથી કોલ કર્યો અને કહ્યું કે, મારી મમ્મીની તબિયત બગડી ગઈ છે. મને મદદ જોઈએ છે, તમે જલદી મારા ઘરે આવી જાવ. હું ખૂબ પરેશાન છું. ફોન પર વાત કરવા દરમિયાન હિમાનીએ પોતાનું નામ પ્રિયા જણાવ્યું. ડૉક્ટરે હિમાનીને માતાને ક્લિનિક પર લાવવા કહ્યું, પરંતુ પોતાની માતાની જિંદગી બચાવવાની વિનંતી કરતા કોલ પર હિમાની રડવા લાગી. ડૉક્ટરે પોતાની ફરજ નિભાવતા આવવાની હા પાડી દીધી અને બતાવેલી જગ્યાએ પહોંચી ગયો.

ડૉક્ટર બરેલીના હાર્ટમેન પુલ પર પહોંચ્યો. ત્યાં હિમાની મળી અને તેને પોતાની સાથે લઈ જવાનું કહીને કર્મચારી નગરમાં લઈ ગઈ. અહી એક ઘરમાં લઈ જઈને કહ્યું કે, અંદર રૂમમાં માતા સૂતી છે. તેને બહુ દુઃખાવો થઈ રહ્યો છે. રૂમમાં પહોંચતા જ હિમાનીએ ડૉક્ટર સાથે અશ્લીલ હરકત કરવાની શરૂઆત કરી દીધી અને પોતાના કપડાં ઉતારી દીધા. એટલામાં હિમાનીની સાથી એક મહિલા અને 2 પુરુષ પણ રૂમમાં આવ્યા. ડૉક્ટરના કપડાં ઉતારવામાં આવ્યા. રૂમમાં આપત્તિજનક સામાન નાખવામાં આવ્યો અને પછી ડૉક્ટર સાથે બળજબરીપૂર્વક અશ્લીલ તસવીર, વીડિયો બનાવવામાં આવ્યા.

ડૉક્ટરોને અશ્લીલ તસવીર અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવવા લાગી, જેનાથી ગભરાઈને ડૉક્ટરના ATMનો પાસવોર્ડ પૂછીને એ જ યુવતીએ ત્રણ વખત 50 હજાર રૂપિયા કાઢ્યા. ત્યારબાદ એક લાખ રૂપિયાની માગ કરી. યુવતીએ વીડિયો ક્લિપિંગ દેખાડીને ડૉક્ટરને બ્લેકમેલ કરવા લાગી. ડૉક્ટરે આ બાબતે બરેલીના SSPને ફરિયાદ કરી હતી, ત્યારબાદ 8 ડિસેમ્બર 2022નાઆ રોહ બરેલીના સુભાષનગર પોલીસ સ્ટેશનમાં પ્રિયા ગંગવાર વિરુદ્ધ 342, 384, 420, 504, 506 અને 120 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં એક અન્ય મહિલા અને 2 યુવક પણ સામેલ હતા.

યુવતી સતત અલગ અલગ નંબરોથી ડૉક્ટરને વીડિયો અને તસવીર વાયરલ કરવાની ધમકી આપી રહી હતી અને રૂપિયાની માગ કરી રહી હતી, જેના કારણે ડૉક્ટરનું આઘાતમાં મોત થઈ ગયું, પરિવારે પોલીસ કારયાહી વિના જ અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસે પ્રિયા ગંગવારની ધરપકડ કરી. ત્યારે સામે આવ્યું કે તેનું અસલી નામ હિમાની છે અને તે બદાયુના બિસોલીની રહેવાસી છે. હિમાનીએ પૂછપરછમાં જણાવ્યું કે, હું પોતાની મહિલા મિત્ર અને 2 યુવકો સાથે એવી રીતે જ બ્લેકમેલ કરીને લોકોને ફસાવી ચૂકી છું.

તેણે પોલીસને જણાવ્યું કે, તે અત્યાર સુધી ઘણા લોકોને ફસાવી ચૂકી છે અને તેનાથી લાખોની રકમ વસૂલી ચૂકી છે. સેનાના જવાન, RTOના કર્મચારી સહિત 8 લોકો પાસેથી 6 લાખ રૂપિયા વસૂલી ચૂકી છે. પૈસા ન આપવા પર ખોટા કેસમાં જેલ મોકલાવવા અને વીડિયો નેટ પર નાખવાની ધમકી આપતી હતી. તે ગ્રેજ્યુએટ છે. આ બાબતે સિટી SPનું કહેવું છે કે જો કોઈ હનીટ્રેપમાં ફસાય છે તો તેણે આ વાતને છુપાવવી ન જોઈએ અને ન તો બ્લેકમેલરની વાત માનવી છીએ. તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવો. ડૉક્ટરને બ્લેકમેલ કરનારી યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp