દિયર-ભાભી મોહલ્લામાં જ ચલાવતા હતા સેક્સ રેકેટ, 2 મહિલા સહિત 6ની ધરપકડ

PC: twitter.com

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસે એક સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. કાશીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના રૂમમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર કરવાની સૂચના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના હેડ SHO બસંતી આર્યાના નેતૃત્વમાં એસઓજી અને સ્થાનિક પોલીસ ટીમે છાપા માર્યા હતા. સ્થળ પરથી બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી ઘણો આપત્તિજનક સામાન પણ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમામને કોર્ટમાં હાજર કરી જેલમાં મોકલી આપ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, કાશીપુર પોલીસ સ્ટેશનના ટાંડા ઉજ્જૈન ક્ષેત્રમાં ચાંદની ઉર્ફ ડિમ્પલ ભાડાનો રૂમ રાખીને સેક્સ રેકેટ ચલાવી રહી હતી. તેના ઘરમાં અજાણ્યા લોકોની આવન-જાવન રહેતી હતી. કોલોનીના લોકોને જ્યારે તેની જાણકારી મળી, તો તેમણે ચાંદનીને સમજાવી પરંતુ, તેના પર તેની કોઈ અસર ના થઈ. કોલોનીમાં અનૈતિક કાર્યથી ત્યાંના નિવાસી હેરાન થઈ ગયા હતા.

ત્યારબાદ ફરિયાદ મળવા પર ટીમે ઘર પર છાપો માર્યો. તે સમયે ચાંદની અને મુકેશ યાદવ નામનો વ્યક્તિ રૂમમાંથી બહાર આવ્યા હતા. રૂમની તલાશી લેતા પોલીસને ત્યાં હાજર એક મહિલા અને ત્રણ યુવક આપત્તિજનક હાલતમાં મળ્યા. રૂમમાંથી આપત્તિજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો. તમામની ધરપકડ કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસ પૂછપરછમાં બીજી મહિલાએ જણાવ્યું કે, તે ચાંદનીને પહેલાથી ઓળખે છે. મુકેશ યાદવ સંબંધમાં તેનો દિયર થાય છે. ચાંદની અને મુકેશ ગ્રાહકોને લઈને આવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી 1500થી 3000 રૂપિયા સુધી લેતા હતા. ત્રણેય તે પૈસાને વહેંચી લેતા હતા.

SHO બસંતી આર્યાએ જણાવ્યું કે, ચાંદની કુંડાની રહેવાસી છે. બીજી મહિલા દીપમાલા મુરાદાબાદની રહેવાસી છે. તેમજ પકડાઇ ગયેલા બે આરોપી પૌડી ગઢવાલ અને બે આરોપી મુરાદાબાદના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, અનૈતિક દેહ વ્યાપારનું સંચાલન કરનારી ચાંદની ઉર્ફ ડિમ્પલ ભાડાનો રૂમ લઈને એકલી રહેતી હતી. ત્યાં તે દેહ વ્યાપાર કરતી અને કરાવતી હતી.

સંયુક્ત કાર્યવાહીમાં મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી, બે મોટરસાઇકલ, એક ટેમ્પો, છ મોબાઇલ અને 15700 રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ 1956 અંતર્ગત કેસ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp