પોલીસ વરરાજાએ દાખલો બેસાડ્યો, એક રૂપિયો અને નારિયેળ સાથે કન્યાને ઘરે લાવ્યો

એક તરફ ચારેકોર દહેજના દુષણના કેસો સામે આવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના એક પોલીસ કર્મચારીએ દહેજનો અસ્વીકાર કરીને માત્ર 1 રૂપિયો અને શ્રીફળ સ્વીકારીને લગ્ન કરી લીધા છે. આ પોલીસના ચારેબાજુથી વખાણ થઇ રહ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલ વરરાજાએ સમાજમાં એક અનોખો દાખલો બેસોડ્યો છે. રાજસ્થાનમાં સરકારી નોકરી કરતો વરરાજા હોય તો કન્યા પક્ષે મોટું દહેજ આપવું પડે છે. દહેજમાં કાર, રોકડા, જવેલરી, ફલેટ સહીતની વસ્તુઓ વરરાજાને આપવામાં આવતી હોય છે. પરંતુ આ પોલીસવાળાએ દહેજ નહીં લઇને પ્રસંશનીય કામ કર્યું છે.
રાજસ્થાનના કોટા શહેરથી 35 કિલોમીટર દુર સુલતાનપુર ગામમાં આવેલી એક જાનની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ રહી છે. લગ્ન એક પોલીસ વાળાના હતા.વરરાજા મુકેશ મીણા કે જે બરસી પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટ તરીકે ફરજ બજાવે છે તેમણે લગ્ન પ્રસંગે પોતાના સાસરિયા પાસેથી દહેજ નહીં લઇને એક દાખલો બેસાડ્યો છે. માત્ર 1 રૂપિયો અને શ્રીફળ લઇને મુકેશ મીણાએ લગ્ન કરી લીધા છે.સોશિયલ મીડિયા પર પોલીસ વાળાના આ પગલાના લોકો વખાણ કરી રહ્યા છે.
જેતપુર ગામના રહેવાસી મુકેશ મીણા અને કન્યા સુમન કુમારીનો લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં વરના પક્ષે મુકેશ મીણા (વર), વરના મોટા ભાઈ નરેશ મીણા અને તેના પિતા સાબુ લાલે કન્યા પક્ષ પાસેથી દહેજના રૂપમાં કશું પણ લેવાનું અનુચિત માનીને દહેજ નહીં લેવાનું નક્કી કર્યું હતું. સાથે જ દહેજ પ્રથા, ભ્રૂણ હત્યા, નશા જેવી બુરાઇઓનો વિરોધ કર્યો હતો. વરરાજા મુકેશ મીણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લગ્ન પહેલાં જ અમે કન્યા પક્ષના પરિવારને દહેજ નહીં લેવા વિશે જણાવી દીધું હતું. આમ છતા લગ્નના દિવસે કન્યાના પરિવારજનોએ પુત્રીને કન્યાદાનના બહાને દહેજ આપવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે, દહેજના નામ પર કશું લઇશું નહીં. એટલે જ્યારે કન્યા પક્ષે કન્યાદાનમાં જે વસ્તુઓ આપી તેનો અમે અસ્વીકાર કર્યો અને સન્માન ખાતર માત્ર 1 રૂપિયો અને નારિયેળનો સ્વીકાર કર્યો હતો.
મુકેશ મીણાએ કહ્યુ કે તેમના પિતા અને સસરા બંને ખેડુત તરીકે કામ કરે છે. માતાનું 2 વર્ષ પહેલાં જ નિધન થયું હતું અને માતાનું સપનું હતું કે ઘરમાં એવી વહુ લાવવી છે જેને દીકરીનો દરજ્જો મળે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp