
મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. મહિલા પોતાની સગીર દીકરીના લગ્ન કરાવી રહી હતી. તેના પતિએ પોલીસમાં ફરિયાદ કરતા કહ્યું કે, પત્ની બળજબરીપૂર્વક સગીર વયની દીકરીના લગ્ન કરવી રહી છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પોલીસ જ્યાંરે પહોંચી તો મહિલા પોતે દુલ્હન બનીને સામે આવી ગઈ અને કહેવા લાગી કે તેના જ લગ્ન થઈ રહ્યા છે, પરંતુ તેની ચાલાકી પોલીસ સામે ન ચાલી શકી. ત્યારબાદ પોલીસ મહિલા, તેના ભાઈ અને તેના પિતાને લઈને પોલીસ સ્ટેશને ગઈ.
રિપોર્ટ્સ મુજબ જિલ્લા સુસનેર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેહંદી ગામની એક મહિલા પોતાના પિતા અને ભાઈ સાથે મળીને પોતાની સગીર દીકરીના લગ્ન કરાવવા જઈ રહી હતી, પરંતુ મહિલાના પતિએ પોલીસને તેની જાણકારી આપી દીધી. જાણકારી મળતા જ સુસનેર SDOP પલ્લવી શુક્લા, નાયબ મામલતદાર રાજેશ શ્રીમાલ, પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય સાગરિયા અને મહિલા બાળ વિકાસના નિરીક્ષક કાજલ ગુનાવદિયા અને રાધા સિંહા મેહંદી ગામ પહોંચ્યા. ત્યારબાદ એ ઘરમાં પહોંચ્યા, જ્યાં સગીર દીકરીના લગ્નની તૈયારી કરવામાં આવી રહી હતી.
પોલીસ આવવાની જાણકારી મળતા જ મહિલાને લાગ્યું તો તેણે ટીમને ભરમાવવા માટે ચાલાકી દેખાડી અને પોતે દુલ્હનની જેમ તૈયાર થઈને મંડપમાં બેસી ગઈ. પરંતુ મહિલાના પતિએ તેની બધી પોલ ખોલી દીધી. પોલીસની પૂછપરછમાં મહિલા સતત ભરમાવવાનો પ્રયાસ કરતી રહી. ત્યારબાદ પોલીસ મહિલાને સુસનેર પોલીસ સ્ટેશનને લઈને આવી ગઈ અને લગ્નને રોકી દીધા. SDOP પલ્લવીએ કહ્યું કે, મહિલાની પૂછપરછ કરવામાં આવી છે. આ ઘટનામાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં પણ એવી જ ઘટના સામે આવી હતી. એક માતાએ 2 લાખ રૂપિયામાં માટે રાજસ્થાનના યુવકને પોતાની સગીર દીકરી વેચી દીધી હતી. 3 મહિના અગાઉ આધેડ યુવક સાથે લગ્ન થયા હતા. સાસરું છોડીને સગીર વયની છોકરી પિયર પહોંચી અને સાસરે જવાની ના પાડી દીધી. સગીર વયની મોટી બહેનના પણ ઓછી ઉંમરમાં જ રાજસ્થાનમાં લગ્ન થઈ ચૂક્યા છે. CWC, ચાઇલ્ડલાઇન અને પોલીસ સગીરના ઘરે પહોંચી અને ત્યારબાદ સગીર છોકરીના પતિ અને સસરાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp