
પોલીસે ગુજરાતમાંથી 11 લોકોની ધરપકડ કરી છે જેઓ જન્નત-એ-કાશ્મીરમાં ગુલમર્ગ ગંડોલાની સવારી કરવા માટે નકલી ટિકિટનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમની સાથે એક લોકલ ટુરિસ્ટ ગાઈડ પણ સામેલ છે. આ મહિનાનો આ બીજો કિસ્સો છે જ્યારે પોલીસે નકલી ટિકિટના આરોપમાં પ્રવાસીઓને પકડ્યા છે. અગાઉ 14 એપ્રિલે મુંબઈથી આવેલા ઓછામાં ઓછા 28 પ્રવાસીઓ પાસે નકલી ટિકિટો પણ મળી આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે (27 એપ્રિલ) એક ગંડોલામાં કોંગડોરીથી ગુલમર્ગ આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક ગાઈડ સાથે ગુજરાતના 11 પ્રવાસીઓ નકલી અને એડિટ કરેલી ટિકિટ સાથે પકડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રવાસીઓ ટટ્ટુ પર સવાર થઈને કોંગડોરી પહોંચ્યા હતા અને નકલી ટિકિટ પર ગંડોલા રાઈડનો આનંદ માણવા માંગતા હતા. હાલ પોલીસ આ લોકોને ગંડોલાથી ગુલમર્ગ લાવી છે.
ગંડોલા પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર ગુલામ જિલાનીએ જણાવ્યું હતું કે, 'અમારા અધિકારીઓ શૌકત અહમદ ભટ (પ્રોજેક્ટ ઈન્ચાર્જ) અને પરવેઝ અહમદ કુરેશી (ટિકિટીંગ ઈન્ચાર્જ)એ ઔપચારિકતા પૂરી કરી અને મામલો પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અને પ્રવાસીઓને નકલી ટિકિટ આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.'
દરમિયાન, ગુલમર્ગ ગંડોલાના મેનેજમેન્ટે સામાન્ય જનતા અને ખાસ કરીને પ્રવાસીઓને વિનંતી કરી હતી કે, તેઓ એવા દલાલોનો શિકાર ન થાય જેઓ તેમની સાથે છેતરપિંડી કરે છે અને તેમને નકલી ટિકિટ આપે છે. જિલાનીએ જણાવ્યું હતું કે, 'ગુલમર્ગ ગંડોલા પ્રોજેક્ટની ક્ષમતા છે, જેના પરિણામે અમે પ્રતિ દિવસ ટિકિટોની સંખ્યા મર્યાદિત કરી છે. ટિકિટ માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને અન્ય કોઈ માધ્યમ નથી. સંપાદિત અને નકલી ટિકિટ પર મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે. '
ગુલમર્ગ ગંડોલા પ્રોજેક્ટની ટિકિટ સ્કેનિંગ ટીમે 14 એપ્રિલે સ્કેનિંગ પોઈન્ટ પર મુંબઈના 28 પ્રવાસીઓના જૂથને અટકાવ્યું હતું. આ મુસાફરો તેમના ટૂર મેનેજર મકરંદ આનંદ ઘાણેકર દ્વારા એડિટ કરેલી નકલી ટિકિટો લઈ જતા હતા, જેમણે પોતે મુંબઈમાં આ ટિકિટોનું સંપાદન કર્યું હતું અને મુસાફરોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણકારી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp