પોલીસ સ્ટેશન જ બન્યો અડ્ડો, પોલીસવાળા વેચી રહ્યા હતા ગેરકાયદેસર દારૂ
નીતિશ કુમારની પોલીસ દારૂબંદીને રાજ્યમાં કેટલી સફળ બનાવી રહી છે, તેનો અંદાજો તમે એ વાતથી જ લગાવી શકો છો કે પોલીસવાળાએ હવે પોલીસ સ્ટેશનમાં જ દુકાન બનાવી લીધી છે. બિહારમાં પોલીસ સ્ટેશનથી દારૂની તસ્કરીનો ખુલાસો થયો છે. જિલ્લાના SP આ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અને પોલીસ અધિકારી પર કાર્યવાહી કરી છે અને પોલીસ સ્ટેશનમાં મળેલો 15 લાખ કરતા વધુનો દારૂ પકડાયો છે. આ દારૂ છાનોમાનો પોલીસ સ્ટેશનથી જ વેચવામાં આવી રહ્યો હતો.
આ અંગે હવે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ કરીને તેમની વિરુદ્ધ FIR નોંધી લેવામાં આવી છે. આ હેરાન કરી દેનારી ઘટના બિહારના હાજીપુરથી સામે આવી છે. દારૂબંદીવાળા બિહારમાં પોલીસ સ્ટેશનથી પોલીસવાળા જ દારૂની તસ્કરી કરતા રંગે હાથ પકડાઈ ગયા છે. આ તસ્કરીમાં પોલીસ સ્ટેશનના અધ્યક્ષથી લઈને સંતરી, ચોકીદાર બધા મળીને 900 લીટર વિદેશી દારૂને બુટલેગરના હાથે વેચવાના ફિરાકમાં હતા. પરંતુ ઉત્પાદ વિભાગની ટીમે પોલીસ સ્ટેશન પહોંચીને રંગે હાથ દબોચ્યા.
આ અંગે પોલીસ ટેશનના અધ્યક્ષ સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને FIR નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાજીપુરના સરાય પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ગત દિવસોમાં પકડાયેલો 3700 લીટર દારૂને જપ્ત કરવામાં આવ્યો હતો અને વિનષ્ટિની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હતી, પરંતુ ભ્રષ્ટ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અને માલખાનાના પ્રભારી રાત્રિ પહેરેદાર અને એક સંતરીએ મળીને 900 લીટર વિદેશી દારૂને છુપાવીને રાખી દીધો અને 2800 લીટર દારૂને નષ્ટ કરી દીધો.
મળખાનામાં દારૂની પેટીઓ લોડ કરીને બુટલેગર પાસે મોકલવાનો હતો, પરંતુ તેની ખબર પટના ઉત્પાદ વિભાગની ટીમને મળી ગઈ અને ઘટનાસ્થળ પર પહોંચીને ટીમે છાપેમારી કરી દીધી. બધા આરોપી રંગે હાથ પકડાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અને બધા આરોપી પોલીસકર્મી લગભગ 15 લાખ રૂપિયાના દારૂની હેરાફેરી કરવામાં લાગ્યા હતા. પોલીસ સ્ટેશનથી દારૂની તસ્કરીના સમાચાર જ્યારે વૈશાલીના SP રવિ રંજનને મળી તો ગુસ્સામાં લાલચોળ થઈને તેઓ સરાય પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનના અધ્યક્ષ વિદુર કુમાર અને માલખાના પ્રભારી, મુનેશ્વર કુમાર, એક સંતરી સુરેશ કુમાર અને સરાય પોલીસ સ્ટેશનમાં રાત્રિના ચોકીદારી કરતા ચોકીદાર રામેશ્વર રાયને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા.
આ મામલે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અને બધા આરોપી પોલીસકર્મીઓ ઉપર FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બધાને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં વર્ષ 2016થી જ દારૂબંદી કાયદો લાગૂ છે અને બિહાર પોલીસ એક મોટા પડકારપૂર્ણ રૂપમાં બિહારમાં દારૂબંદી કાયદાને લાગૂ કરવામાં લાગી છે, છતા બિહારમાં દારૂનો ગેરકાયદેસર વેપાર થાય છે, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે બિહાર પોલીસ સ્ટેશનથી જ દારૂની તસ્કરી થવા લાગી, જે પોલીસને તસ્કરી પર રોક લગાવવાની જવાબદારી આપવામાં આવી છે, તો બિહાર પોલીસ હવે દારૂ તસ્કરોની સરદાર બની ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp