‘ખાટલા સાથે બાંધ્યો અને પછી..’, મહિલાએ જણાવ્યું કંઇ રીતે પતિને ઉતાર્યો મોતને ઘાટ

ઉત્તર પ્રદેશમાં પતિની હત્યાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. મહિલા પર આરોપ છે કે તેણે પતિની હત્યા કરીને તેના શરીરના પાંચ ટૂંકડા કરી દીધા. દીકરાએ જ્યારે પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી તો પોલીસે તપાસની શરૂઆત કરી આ મહિલા સાથે પૂછપરછ કરી. મહિલાએ પોતાનો ગુનો સ્વીકાર્યો અને જણાવ્યું કે,તેણે કેવી રીતે પતિની હત્યા કરી. આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીતની છે. મૃતકની ઓળખ રામપાલ તરીકે થઈ છે અને તેની ઉંમર 55 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તે ગજુરાલાના શિવનગરના રહેવાસી હતો. સૌથી પહેલા રામપાલના દીકરા સોન પાલે તે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સોન પાલ માતા-પિતાથી અલગ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. રામ પાલની પત્નીનું નામ દુલારો દેવી છે જે થોડા સમયથી પતિના મિત્ર સાથે રહેતી હતી. જ્યારે સોન પાલ પોતાના ઘરે પાછો આવ્યો તો તેણે પિતા બાબતે માતાને પૂછ્યું. તેના પર દુલારો દેવીએ કહ્યું કે, તે ગુમ થઈ ગયો છે. ત્યારબાદ દીકરાએ પિતા ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
ફરિયાદ પર પોલીસને શંકા ગઈ તો તેમણે દુલારો દેવીને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરી. તેણે પૂછપરછમાં સ્વીકાર્યું કે, તેણે જ પોતાના પતિને માર્યો છે. તેણે જણાવ્યું કે, તેણે પતિને ખાટલા સાથે બાંધીને તેના 5 ટુકડા કરી દીધા હતા. પોલીસે દુલારોની સખ્તાઈથી પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, રામપાલ તેને મારતો હતો. 24 જુલાઈની રાત્રે પણ બંને વચ્ચે મારામારી થઈ રહી હતી. આ દરમિયાન ઝપાઝપીમાં કુહાડી માથામાં લાગવાથી રામપાલનું મોત થઈ ગયું. પોલીસે મરજીવાઓની મદદથી રામપાલની બોડીના ટુકડા નાળામાંથી જપ્ત કર્યા.
એ સિવાય નાળાથી મૃતકના લોહીથી લથબથ કપડાં અને ખાટલો પણ મળ્યો છે. પોલીસનું કહેવું છે કે, તે હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તેના પ્રેમીની શોધખોળ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, રામપાલની 4 દીકરીઓ અને 2 દીકરા છે. ત્રણેય દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. તેના ગામનના 2 મકાન છે. એક મકાનમાં રામપાલ પત્ની દુલારો દેવી સાથે રહેતો હતો. બીજા મકાનમાં અન્ય લોકો રહેતા હતા. આ કારણે પરિવારજનોને હત્યાની જાણકારી ન થઈ શકી. જો કે, પરિવારજનોને પોતાની માતા પર શરૂઆતથી જ શંકા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp