સેક્સ વર્કરના હત્યારાને શોધવા પોલીસે 5000 નંબર અને 100 CCTV તપાસ્યા, ભેદ ખુલ્યો

PC: zeenews.india.com

દિલ્હીમાં એક સેક્સ વર્કરની હત્યામાં આરોપીઓને પકડવા માટે પોલીસે 5,000 ફોન કોલ્સ અને 100 CCTV તપાસ્યા હતા અને આખરે હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

દેશની રાજધાની દિલ્હીના GB રોડમાં 7 માર્ચે બપોરે સેક્સ વર્કરની હત્યા અને કોઠાના કર્મચારીને ઇજા કરવાના કેસમાં પોલીસે ભેદ ખોલી દીધો છે. કમલા માર્કેટ પોલીસે રાજસ્થાનના ધૌલપુરના રહેવાસી 19 વર્ષના કાકા, 20 વર્ષના હેપી અને પંજાબના સંગરુરના રહેવાસી 22 વર્ષના અનિલની ધરપકડ કરી છે. અનિલ અને હેપી સંગરુર જેલમાં એક સાથે સજા ભોગવી રહ્યા હતા. બંને પર પહેલાંથી 5-5 કેસ નોંધાયેલા છે.

DCP (  સેન્ટ્રલ) સંજય કુમાર સૈને જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યુ હતું કે કાકા દિલ્હીની મયુર વિહારમાં આવેલી એક સ્વીટ શોપમાં કામ કરતો હતો. દુકાનને લૂંટવા માટે તે બિહારથી પિસ્ટલ લઇને આવ્યો હતો. તહેવારની સિઝનમાં દુકાનમાં ખાસ્સું સેલ થતું હોય છે. કાકાનો ઇરાદો દુકાનમાંથી લાખો રૂપિયા લૂંટવાનો હતો. પરંતુ કાકા, હેપી અને અનિલ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી મોજ મસ્તી કરવા માટે GB રોડ પહોંચ્યા હતા. ત્યાં પૈસાનો વિવાદ ઉભો થતા ફાયરીંગ કરી દીધું હતું  જેમાં કોઠાના કર્મચારી અને સેક્સ વર્કર ઇજા પામ્યા હતા. સેક્સ વર્કરનું સારવાર દરમિયાન મોત થઇ ગયું જ્યારે કર્મચારીની સ્થિતિ હવે સુધારા પર છે.

પોલીસે કહ્યું કે કમલા માર્કેટ પોલીસ ચોકી પર 7 માર્ચ 2023ના દિવસે  GB રોડ પર આવેલા એક કોઠામાંથી ફોન આવ્યો હતો. 30 વર્ષની સેક્સ વર્કર અને 28 વર્ષના ઇમરાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ખુની હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન સેક્સ વર્કરનું મોત થઇ ગયું. એ પછી હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી.

પોલીસની ટીમોઓ આજુબાજુના 100થી વધારે CCTV ખંગોળ્યા હતા, જેમાં 3 આરોપીની સ્પષ્ટ તસ્વીર પોલીસને મળી ગઇ હતી. આરોપીઓના એક્ઝિટ રૂટની તપાસ કરવામાં આવી તો તેઓ નવી દિલ્હી રેલવે સ્ટેશન તરફ જતા દેખાયા. એક ફુટેજમાં આરોપી ફોન પર વાત કરતો દેખાયો હતો. પોલીસે આ વિસ્તારના ડંપ ડેટા એટલે કે એક સેલ ટાવરના એક્ટિવ મોબાઇલ નંબરો લીધા હતા.

પોલીસે આ વિસ્તારના લગભગ 5000 મોબાઇલ કોલ્સ ચેક કર્યા. એ પછી ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. એ પછી પોલીસે પશ્ચિમ UP અને પંજાબમાં દરોડા પાડીને કાકા, હેપી અને અનિલની ધરપકડ કરી હતી. હેપી અને કાકા બંને સગા ભાઇઓ છે. DCPએ કહ્યું કે હેપી અને અનિલની મુલાકાત પંજાબની સંગરુર જેલમાં થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp