સફાઈ કામદારની દીકરીના લગ્નમાં પોલીસકર્મીઓ પહોંચ્યા, આટલા રૂપિયા મામેરું ભર્યું

PC: patrika.com

જાલોર જિલ્લાના ભીનમાલમાં રાજસ્થાન પોલીસના નેક ઇરાદાને ઊંચો રાખીને ખાખીના માનવીય અભિગમનું એક મહાન ઉદાહરણ રજૂ કર્યું હતું. જ્યાં, પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના જ સફાઈ કામદારની પુત્રીના લગ્નમાં મામેરું ભરવા માટે પહોંચ્યો હતો. બીજી તરફ, સામાજિક રીતિ રિવાજ સાથે જોડાયેલા આ પ્રકરણમાં, ભીનમાલ પોલીસ જિલ્લાના પોલીસ કર્મચારીઓના, ખાખી પહેરવાવાળા આવા ચહેરાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

હકીકતમાં, ભીનમાલ પોલીસે, પોલીસ સ્ટેશનના સફાઈ કામદાર અશોક કુમારની પુત્રીના લગ્નમાં, પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે પરસ્પર સહકારથી 90 હજાર રૂપિયાની રકમનું મામેરું ભર્યું હતું. આ દરમિયાન એકવાર તો લગ્ન સમારોહમાં આ પોલીસકર્મીઓને જોઈને બધા ચોંકી ગયા હતા. જ્યારે લોકોને ખબર પડી કે, પોલીસ મામેરું ભરવા આવી છે, ત્યારે લોકોની ખુશીનો કોઈ પારના રહ્યો. ત્યાર પછી તમામ પોલીસકર્મીઓનું પણ લગ્ન સમારોહમાં સામાજિક રીત રિવાજો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન SI ભૈરુસિંહ, કિરણ કુમાર, હેડ કોન્સ્ટેબલ બાબુલાલ, કસ્તુરારામ, ભરત કુમાર, વાગારામ સહિત ઘણા પોલીસકર્મીઓ હાજર હતા.

અહીં તમને જણાવી દઈએ કે, લગ્ન સમારોહમાં એક સાથે આટલા બધા પોલીસકર્મીઓને જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. સાથે જ શુભ કાર્યક્રમમાં તમામ પોલીસકર્મીઓનું તિલક, માળા અને આરતી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના બદલામાં પોલીસકર્મીઓએ તેને માયરામાં પૈસા અને અન્ય ભેટ આપી હતી. ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. પોલીસને આ રીતે સામાજિક રીતિ રિવાજમાં ભાગ લેતા જોઈને અશોક કુમાર અને તેમનો પરિવાર ભાવુક થઈ ગયો હતો.

પોલીસનું કહેવું છે કે, થોડા દિવસ પહેલા દરરોજ પોલીસ સ્ટેશનની સફાઈ કરતાં અશોકે તેમની પાસે પહોંચીને પોલીસ સ્ટેશનના સ્ટાફને ફક્ત લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ સ્ટાફે અશોક કુમારને પોતાના પરિવારનો ભાગ માનીને આમંત્રણ સ્વીકાર્યું અને માયરાને ભરવાની તૈયારી શરૂ કરી દીધી. SHO લક્ષ્મણ સિંહ અને SI ભૈરુ સિંહ સાથે તમામ સ્ટાફે મળીને 90 હજાર રૂપિયા ભેગા કર્યા. શુક્રવારે લગ્ન હતા, તો પૂરો પોલીસ સ્ટાફ પરિવાર, કપડાં તેમજ થાળમાં પૈસા લઈને મામેરું ભરીને સમગ્ર સ્ટાફે ભાઈચારાનો નવો સંદેશ આપ્યો હતો.

અહીં આપને જણાવી દઈએ કે, ભીનમાલ પોલીસે અગાઉ નવેમ્બર દરમિયાન પોલીસ સ્ટેશન સ્થિત ચામુંડા માતા મંદિરના પૂજારી સુરેશ દવેની છોકરીના લગ્નમાં 1 લાખ 25 હજારની રકમ ભરી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક સીમા ચોપરા, પોલીસ ઈન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહ ચંપાવત અને ઘણા પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp