ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો, પોલેન્ડની મહિલા યુવાન સાથે લગ્ન કરવા ઝારખંડ આવી

પોલેન્ડની એક ખુબસુરત મહિલા તેનું ઘર, કાર, નોકરી અને અપાર સમૃદ્ધીને છોડીને ઝારખંડના એક ગામડામાં આવી પહોંચી છે. કારણ એટલું જ કે ભારતના ઝારખંડમા રહેતા એક યુવાન સાથે તેને પ્રેમ થયો છે અને પ્રેમને પામવા ભારત પોતાની 6 વર્ષની દીકરી સાથે આવી છે.
પાકિસ્તાન બોર્ડર અને ઉત્તર પ્રદેશના સચિનની લવસ્ટોરી હાલમાં સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની રહ્ય છે. તે જ સમયે, હજારીબાગમાં પણ પોલેન્ડની યુવતી અને ઝારખંડના યુવકની લવસ્ટોરી આ દિવસોમાં ચર્ચામાં છે. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
પોલેન્ડમાં એક મહિલાનો પ્રેમ એટલો પ્રબળ હતો કે તે પોલેન્ડ છોડીને ઝારખંડ પહોંચી ગઈ. દીકરીને સાથે લઈને તે પોતાનો પ્રેમ શોધવા ભારત આવી ગઇ છે. ઝારખંડના એક યુવક અને પોલેન્ડની એક મહિલાએ વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બહુ જલ્દી લગ્ન કરવાના છે.
પોલેન્ડની મહિલાનું નામ છે બારબરા પોલક અને તે સાત સમંદર પાર યુરોપિયન દેશ પોલેન્ડની રહેવાસી છે. તો બીજી તરફ પ્રેમી યુવક શાદાબ આલમઝારખંડના કટકામસંદી બ્લોકના છડવા ડેમ સ્થિત બરાતુઆ ગામનો રહેવાસી છે. વર્ષ 2021માં સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ થઇ હતી.
આ બંને પર પ્રેમનો એવો રંગ ચઢ્યો કે પ્રેમીને પામવા માટે પ્રેમિકા બારબરા પોલેન્ડ છોડીને તેની 6 વર્ષની દીકરી અનન્યા સાથે બરતુઆ ગામ આવી પહોંચી છે. અત્યારે બારબરા પોલક તેની દીકરી સાથે શાદાબ આલમના ઘરે રહે છે, બંને ટુંક સમયમાં લગ્ન કરવાના છે.
શાદાબ આગમના ગામમાં લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન પહેલાં જ શાદાબે બારબરા પોલક અને તેની દીકરી અનન્યાને પોતાનું નામ આપી દીધું છે. બારબરાની પુત્રી અત્યારથી શાદાબને DAD કહીને બોલાવે છે. બારબરાએ કહ્યું કે મને ભારત અને હજારીબાગ ઘણું સારું લાગે છે.
બારબરા પોલકે કહ્યું કે જ્યારે હું હજારીબાગ પહોંચી તો મને જોવા માટે ઘણા લોકો આવ્યા હતા, હું કોઇ સેલિબ્રીટી હોઉં તેવું મને ફીલ થયું હતું. બારબરાએ કહ્યું કે, પોલેન્ડમાં મારું પોતાનું ઘર છે, કાર છે, નોકરી છે, મારી પાસે બધું જ છે, પણ શાદાબ માટે હું ભારત આવી છું. હું શાદાબને મળીને ખુશ છું, અમે ટુંક સમયમાં લગ્ન કરવાના છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp