મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ? NCPના 20, ઉદ્ધવના 13 MLA સંપર્કમાં: CM શિંદે જૂથ

PC: economictimes.indiatimes.com

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથના 13 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 20 ધારાસભ્યો શિવસેના (CM એકનાથ શિંદે જૂથ)ના સંપર્કમાં છે. ઉદય સામંતે વધુમાં જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહાબળેશ્વરમાં CM શિંદે સાથે ગુપ્ત બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના રાજકારણમાં ઘણી અસ્થિરતા છે.

દરમિયાન, શિવસેના (UBT) મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 100 બેઠકો જીતવા માટે પ્રયત્નશીલ છે, તેના નેતા અને MLC અંબાદાસ દાનવેએ ગુરુવારે મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા દાનવેએ મીડિયાને સૂત્રોને જણાવ્યું હતું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી બીજા સ્થાને રહે તેવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિજેતા ઉમેદવારોને શોધવાની યોજના છે.

અવિભાજિત શિવસેનાએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધનમાં લડી હતી. ત્યારે BJPએ 100થી વધુ બેઠકો જીતી હતી. 288 સભ્યોના ગૃહમાં બંને પક્ષોને મળીને 150થી વધુ બેઠકો મળી છે. પરંતુ શિવસેનાએ ચૂંટણી પછી BJPને છોડીને NCP અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના CM બન્યા.

જો કે, CM એકનાથ શિંદેના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં શિવસેનાનું વિભાજન થયું હતું, જેણે ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ અઘાડી સરકારને પાડી દીધી હતી. દાનવેએ કહ્યું, 'અમે એ બેઠકો માટે યોગ્ય ઉમેદવાર શોધી રહ્યા છીએ જે CM એકનાથ શિંદે જૂથમાં જોડાયેલા ધારાસભ્યો પાસે હતા. આ ઉપરાંત, મરાઠવાડાની 27 બેઠકોની જેમ, જ્યાં અમે બીજા ક્રમે હતા. અમે આવી બેઠકો પર પુરી તાકાતથી ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા છીએ.'

તેમણે દાવો કર્યો હતો કે, CM એકનાથ શિંદે સરકાર અનિશ્ચિત સ્થિતિમાં છે, કારણ કે શિવસેનાનો સમર્થન આધાર ઉદ્ધવ ઠાકરેની સાથે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર અને BJP સાથેની તેમની નિકટતા અંગેની અટકળોનો ઉલ્લેખ કરતાં, શિવસેના (UBT) MLCએ કોઈપણ પક્ષનું નામ લીધા વિના કહ્યું કે, કોઈપણ શાસક પક્ષ (BJP) અન્ય પક્ષોને તોડવાનો પ્રયાસ નહીં કરશે. જો સરકાર સ્થિર હશે તો. દાનવેએ દાવો કર્યો, 'એવી સ્થિતિ છે કે CM એકનાથ શિંદેને CM પદ પરથી રાજીનામું આપવું પડી શકે એમ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp