26th January selfie contest

Video:પૈસાના અભાવે બાઇક પર પોતાની 13 વર્ષીય દીકરીના શવને લઇ જવા મજબૂર બન્યો પિતા

PC: twitter.com

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાંથી એક ખૂબ જ કરૂણ વીડિયો સામે આવ્યો છે જેમા એક સરકારી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ આપવાનો ઇન્કાર કરાયા બાદ એક મજબૂર પિતાએ પોતાની 13 વર્ષીય દીકરીનું શવ બાઇક પર પોતાના ખોળામાં ઉંચકીને લઇ જવુ પડ્યું હતું. આ અંગે મજબૂર પિતાએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ માટે પૈસા નહોતા જેના કારણે દીકરીના શવને આ રીતે બાઇક પર લઇ જવુ પડ્યું. પિતા લક્ષ્મણ સિંહ પોતાની દીકરીના શવને 70 કિલોમીટર સુધી બાઇક પર લઇ ગયા. કોટા શહેરમાં રહેતા લક્ષ્મણે કહ્યું કે, તેમની દીકરી માધુરીનું સોમવારે રાત્રે સિકલ સેલ એનીમિયાના કારણે નિધન થઈ ગયું.

તેમણે જણાવ્યું કે, મેં હોસ્પિટલના અધિકારીઓને એક શવ વાહન માટે કહ્યું હતું પરંતુ, તેમણે જણાવ્યું કે 15 કિલોમીટરથી વધુ દૂરના સ્થાનો માટે વાહન ઉપલબ્ધ નથી. આથી, તેમણે અમને જાતે વાહનની વ્યવસ્થા કરવા માટે કહ્યું. પૈસા ના હોવાના કારણે, હું મારી દીકરીના શવને મોટરસાઇકલ પર જ મુકીને મારા ગામ સુધી લઇ ગયો.

લાચાર પિતા લક્ષ્મણ સિંહે કહ્યું કે, તેઓ પોતાના શહેરથી આશરે 20 કિલોમીટર દૂર હતા. જ્યારે તેમને શહડોલના કલેક્ટર વંદના વૈદ્યએ આ રીતે બાઇક પર દીકરીના શવને લઇ જતા જોયા હતા. વંદના, જે બીજા શહેરમાં જઈ રહ્યા હતા, તેમણે આ કરૂણ દ્રશ્ય જોયું. ત્યારબાદ તેમણે આ અંગે પૂછપરછ કરી અને બાદમાં છોકરીના શવને લક્ષ્મણ સિંહના શહેર લઇ જવા માટે એક વાહન ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો. વાહન મળ્યા બાદ લક્ષ્મણ સિંહ પોતાની દીકરીના શવને તેમા મુકીને પોતાના ઘરે લઈ ગયા અને પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શહડોલ કલેક્ટરે પરિવારની થોડી આર્થિક મદદ પણ કરી અને ઘટનાની તપાસ કરવાના પણ આદેશ આપ્યા.

જણાવી દઈએ કે, આ પહેલા પણ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં એમ્બ્યુલન્સ ના મળવાના કારણે એક છ માસના શિશુનું મોત થઈ ગયુ હતું. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) માં કથિતરીતે એમ્બ્યુલન્સની ઉનુપસ્થિતિના કારણે પોતાની લાચાર માતાના ખોળામાં ગંભીર રીતે બીમાર શિશુનું મોત થઈ ગયું હતું જેના કારણે મધ્ય પ્રદેશના જન સ્વાસ્થ્ય સેવાઓની પોલ ઉજાગર થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp