પટના જંક્શન પર લાગેલી ટી.વી. સ્ક્રીન પર 3 મિનિટ સુધી ચાલી પોર્ન ફિલ્મ

PC: jagran.com

બિહારના પટના જંક્શન પર ખૂબ જ શરમજનક ઘટના સામે આવી, જ્યારે પ્લેટફોર્મ નંબર-10 પર લાગેલી ટીવી સ્ક્રીન પર પોર્ન ફિલ્મ ચાલુ થઈ ગઈ. આ આખો ઘટનાક્રમ સમયે થયો જ્યારે મોટી સંખ્યામાં યાત્રી અહી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, રેલવે તરફથી પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા ટી.વી. સેટ પર આ પોર્ન ફિલ્મ લગભગ 3 મિનિટ સુધી ચાલુ થઈ હતી. તો જેવી જે રેલવે સ્ટેશનના સ્ટાફને તેની જાણકારી મળી તો તાત્કાલિક આ વીડિયોને રોકવામાં આવ્યો.

સાથે જ સંબંધિત અધિકારીઓએ તપાસ શરૂ કરી. એટલું જ નહીં આખી ઘટનાને લઈને FIR પણ નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પટના જંક્શનના જે ટી.વી. સેટ પર આ અશ્લીલ વીડિયો ટેલિકાસ્ટ થયો, તેના પર જાહેરાત સાથે જોડાયેલો કોઈ વીડિયો ચલાવવાનો હતો. દત્તા કોમ્યુનિકેશન એજન્સીને આ ટી.વી. સ્ક્રીન પર જાણકારી આપવા અને વીડિયો દેખાડવાની જવાબદારી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે આ જ કંપનીએ વીડિયો પ્લે કરવાનો હતો. જો કે, તેના કર્મચારી પોર્ન ક્લિપ જોઈ રહ્યા હતા.

ઉતાવળમાં તેમનાથી એ જ અશ્લીલ ક્લિપ આ ટી.વી. સ્ક્રીન પર પ્લે થઈ ગઈ પટના જંક્શનના ટી.વી. સેટ પર જેવો જ આ વીડિયો ચાલ્યો, અહી બેઠા પેસેન્જર્સ ચોંકી ગયા. તેમને સમજ ન પડી જે તેઓ શું કરે. બીજી તરફ પટના જંક્શન સંબંધિત અધિકારીઓને જેવી એ વાતની જાણકારી મળી, તો તેમણે RPF અને GRP દ્વારા તાત્કાલિક આ વીડિયો રોકાવ્યો. તાત્કાલિક સંબંધિત એજન્સીને ફોન કરીને આ સંબંધમાં જાણકારી લેવામાં આવી. પછી RPFએ જ દાનાપુર રેલવે ડિવિઝનના અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી.

સાથે જ સંબંધિત એજન્સી દત્તા કમ્યુનિકેશન વિરુદ્ધ એક્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ઓપરેટર અને સંબંધિત સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ, અશ્લીલ ક્લિપ માત્ર પ્લેટફોર્મના ટી.વી. સેટ પર જ પ્લે થઈ હતી. જો કે, આ બેદરકારીનો કેસ છે. એમ એટલે કેમ કે રેલવે સ્ટેશન એવી જગ્યા હોય છે જ્યાં અબાલ-વૃદ્ધો, મહિલાઓ દરેક ઉંમરના લોકો હોય છે. એવી જગ્યા પર આ પ્રકારનો ઘટનાક્રમ ખૂબ જ ચોંકાવનારો છે. લગભગ 3 મિનિટ સુધી વીડિયો ચાલ્યો હતો. એવામાં દત્તા કમ્યુનિકેશનના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે આ વીડિયો કેવી રીતે પ્લે થયો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp