UPમાં ઉંદર બાદ સાપનું પોસ્ટમોર્ટમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક યુવક દ્વારા સાપને મારી નાખવાનો મામલો સામે આવ્યો છે. બાડૌત નગરના છપરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના શબગા ગામમાંથી સામે આવેલી આ ઘટના બાદ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાપના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને માર મારીને તેની હત્યા કરવામાં આવી છે.

પોસ્ટમોર્ટમ બાદ સાપનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ સાપને મારનાર યુવકને શોધી રહી છે. સાથે જ સાપને માર્યા બાદ કેસ નોંધવા અને સાપના પોસ્ટમોર્ટમ થવાના કારણે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ 7 જાન્યુઆરીની સાંજે શબગા ગામમાં ખાલી પ્લોટમાં એક અજાણ્યા યુવક દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સાપને માર્યા બાદ જ્યારે તે તેને લાકડી પર લટકાવીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો વીડિયોને તપાસ માટે મોકલવામાં આવ્યો. આ સાથે સાપના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલે વન વિભાગના SDO આનંદ પુષ્કરે જણાવ્યું કે 8 જાન્યુઆરી 2023ના રોજ અમારી સામે એક કેસ આવ્યો હતો. જેમાં એક સાપને માર્યાની માહિતી મળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમારી ટીમે મૃત સાપનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ સાથે અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ હજુ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે UPના બદાયૂંમાં એક ઉંદરના પોસ્ટમોર્ટમનો મામલો સામે આવ્યો હતો. બદાયૂંમાં, જ્યારે એક પ્રાણી પ્રેમીને ખબર પડી કે એક વ્યક્તિએ ઉંદરને માર્યો છે, ત્યારે તેણે ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ બદાયૂં પોલીસ સ્ટેશનમાં ઉંદર મારવાનો કેસ નોંધાવ્યો. જે બાદ પોલીસે ઉંદરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે ઉંદરનું મૃત્યુ ગટરમાં ડૂબી જવાથી નથી થયું. પણ તેના ફેફસા ઘણા બગડી ગયા હતા જેના લીધે ગૂંગળામણને કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં, બદાયૂંમાં ઉંદર માર્યાનો નામ નોંધીને કેસ નોંધવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.