શું ઉદ્ધવ ઠાકરે NDAમાં પાછા આવશે?

PC: marathi.hindustantimes.com

2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી એકતાના આર્કિટેક્ટ રહેલા બિહારના CM નીતિશ કુમાર જ્યારથી NDAમાં પાછા ફર્યા છે, ત્યારથી મહારાષ્ટ્રમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. બે દિવસ પહેલા તેમણે એક રેલીમાં કહ્યું હતું કે, તેઓ પહેલા પણ PM નરેન્દ્ર મોદીના દુશ્મન ન હતા અને આજે પણ નથી. ઠાકરેએ કહ્યું હતું કે, PM મોદીએ જ સેના સાથે સંબંધો તોડવાનો નિર્ણય લીધો હતો. ઠાકરેના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું અને ઉદ્ધવ પણ BJPમાં પરત ફરી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવાની તસવીરો સામે આવી છે. આમાં તેઓ પત્ની રશ્મિ ઠાકરે સાથે બેઠા છે. ઠાકરેની, આ તસવીરો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે. તેના પર કોમેન્ટ્સ પણ આવી રહી છે. ઠાકરેની આ તસવીરો પર BJPની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

પાર્ટીએ કહ્યું કે, મહારાષ્ટ્ર BJPએ સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરેનો ફોટો શેર કરતી વખતે તેમને અને તેમના પરિવારને મોદી સરકારના લાભાર્થી ગણાવ્યા છે. PM નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને જ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવી છે. ઘણી વંદે ભારત એક્સપ્રેસને ખુદ PM નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. BJPએ ઉદ્ધવ ઠાકરેના ફોટા પર લખ્યું છે કે, મોદી સરકારના વિકાસના લાભાર્થી, વંદે ભારત ટ્રેનની આરામદાયક મુસાફરી, ત્રીજી વખત…મોદી સરકાર! પ્રથમ ફોટામાં ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરે જોવા મળે છે. બીજા ફોટામાં વિનાયક રાઉત ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના NDAમાં પાછા ફરવાની અટકળો ચાલી રહી છે ત્યારે BJPના વરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે કે, રાજકારણમાં નિર્ણયો સંજોગો અનુસાર લેવામાં આવે છે. મહારાષ્ટ્ર BJPના નેતા વિનોદ તાવડેએ એક ઈન્ટરવ્યુમાં આવું કહ્યું. હવે જોવાનું એ રહે છે કે, શિવસેનાના આ નેતા NDAમાં પાછા ફરશે કે નહીં?

શિવસેના UBT ચીફ ઉદ્ધવ ઠાકરે ચાર અને પાંચ તારીખે કોંકણ ગયા હતા. તેમણે કોંકણમાં જાહેર સભાઓમાં પણ PM મોદી પર પ્રહારો કર્યા હતા. ઠાકરેએ એવી ટીકા કરી હતી કે, વિકાસ થયો નથી. તેમના કોંકણ પ્રવાસ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે સાંજે ખેડ સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસમાં સવાર થયા હતા. આ પછી તેમણે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા ખેડથી મુંબઈની મુસાફરી કરી હતી. મહારાષ્ટ્ર BJPએ તેમની યાત્રાની તસવીર શેર કરીને કટાક્ષ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ આ પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, તેઓ PM નરેન્દ્ર મોદીના દુશ્મન નથી. BJP સાથે સંબંધો તોડ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવી અને પોતે CM બન્યા. શિવસેનામાં બળવા પછી પણ તેઓ કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડીનો હિસ્સો છે. 2019ની ચૂંટણીમાં BJP અને શિવસેના ગઠબંધને મહારાષ્ટ્રમાં 41 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp