એક કરોડની નોકરી છોડીને અમેરિકાથી પરત ફર્યો ભારત, હવે લડશે ચૂંટણી
મધ્ય પ્રદેશના રીવામાં રહેનારો એક યુવક અમેરિકાથી કરોડોની નોકરી છોડીને ધારાસભ્યની ચૂંટણી લડવા માટે પોતાના ગામમાં આવતો રહ્યો છે. વ્યવસાયે આર્કિટેક્ટ આ યુવાનની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. 25 વર્ષીય પ્રખર પ્રતાપ સિંહ જિલ્લાના રાયપુર કર્ચુલિયાનનો રહેવાસી છે. તેનું પ્રાથમિક શિક્ષણ દેહરાદૂનની દૂન શાળાથી થયું છે, પછી તે અમેરિકા જતો રહ્યો. અમેરિકામાં આર્કિટેક્ટની ડિગ્રી અને ઈટાલીમાં માસ્ટર ડિગ્રી હાંસલ કર્યા બાદ તે વાર્ષિક 1 કરોડ રૂપિયાના પેકેજની અમેરિકામાં નોકરી કરવા લાગ્યો, પરંતુ તેને વતનની માટીની મહેક, ગામની યાદો, ગરીબોના દર્દ પરેશાન કરવા લાગ્યા.
આ દરમિયાન ઇન્ડિયન સોસાયટીમાં પ્રખર પ્રતાપ સિંહની મુલાકાત કેટલાક ભારતીય નેતાઓ સાથે થઈ અને તેને એક નવો માર્ગ મળી ગયો. પછી શું હતું, મોડું કર્યા વિના પ્રખર પ્રતાપ સિંહ ભારત આવતો રહ્યો અને રાજનીતિના રણમાં ઉતરવાનો નિર્ણય લીધો. તેણે ગૂઢ વિધાનસભાની સીટથી ઉમેદવારી કરીને જનતાની સેવા કરવાનો મજબૂત ઇરાદો બનાવી લીધો. પ્રખર પ્રતાપ સિંહના ઘરથી કોઈ પણ રાજનીતિમાં ગયું નથી. તેને આમ આદમી પાર્ટી (AAP)નો ઉમેદવાર બનાવવામાં આવ્યો છે.
પ્રખર પ્રતાપ સિંહના પિતા ભાનું સિંહ બતાવે છે કે પ્રખર બાળપણથી જ ખૂબ કુશળ હતો. એટલે ભણવા માટે તેને દૂન શાળાએ મોકલી દેવામાં આવ્યો. ત્યાંથી તે અમેરિકા અને પછી ઈટાલી ભણવા ગયો. સારું પેકેજ મળવાથી પ્રખરને અમેરિકામાં રહેવાની સલાહ આપી, પરંતુ પોતાના બબ્બા સાહેબથી પ્રભાવિત થઈને પ્રખર સમાજસેવાના માર્ગે નીકળી પડ્યો. પ્રખરનું કહેવું છે કે તેની વિધાનસભામાં ઘણી સમસ્યાઓ છે. ગરીબોની નાની નાની જરૂરીયાતો છે, જે પૂરી થઈ શકી નથી. મારો પ્રયાસ રહેશે કે તે જમીની સ્તર પર કામ કરું, જેથી લોકોનું જીવન સ્તરમાં સુધાર થાય અને લોકો ખૂબ થઈને રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્ટેન્ડઅપ ઈન્ડિયાના વિઝનથી પ્રેરિત થઈને એક યુવકે અમેરિકામાં સોફ્ટવેર એન્જિયરની નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરીને યુવાઓ માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે. મૂળ બસ્તી જનપદના વૉલ્ટરગંજના રહેવાસી સુજિતની છે, જે એક મલ્ટિનેશનલ કંપનીમાં સહાયક ડિરેક્ટર (સોફ્ટવેર એન્જિનિયર) પદ પર કાર્યરત હતો, પરંતુ તેને પોતાના દેશમાં પોતાનું કંઈક કરવાનું હતું એટલે તે અમેરિકાથી પરત આવ્યો અને વર્ષ 2016માં નોકરી છોડી દીધી. ત્યારબાદ તેણે પોતાના વતનમાં જ રહીને કઈક કરવાનું મન બનાવ્યું અને વર્ષ 2016માં નોઇડામાં પોતાની સોફ્ટવેર કંપની ખોલી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp