કાર સળગી છતા ગર્ભવતી મહિલા અને તેના પતિ ભડથું થઇ ગયા, 6 લોકો સવાર હતા

PC: twitter.com

કેરળમાંથી એક હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. ગર્ભવતી પત્નીને તબીબી સલાહ માટે પતિ કારમાં જઇ રહ્યો હતો ત્યારે કારમાં અચાનક આગ ફાટી નિકળતા દંપતિ બળીને ભડથું થઇ ગયા હતા, જો કે સદનસીબે કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે.

ગુરુવારે સવારે કેરળમાં જિલ્લા હોસ્પિટલ નજીક તેમની કારમાં આગ લાગતાં એક ગર્ભવતી મહિલા અને તેના પતિનું મોત થયું છે. મૃતકોમાં કુટ્ટિયાટ્ટુરના 35 વર્ષના ટીવી પ્રાજિત અને તેની 26 વર્ષની પત્ની રીશાનો સમાવેશ થાય છે. રીશાના પિતા વિશ્વનાથન, માતા શોભના, પુત્રી શ્રી પાર્વતી અને પાછળની સીટ પર બેઠેલી પિતરાઇ બહેન સજના સહીસલામત બચી ગયા હતા.

કાર ચલાવી રહેલા ગર્ભવતી મહિલાના પતિ પ્રાજિતે કારમાંથી બહાર નિકળવા માટે પાછળનો દરવાજો ખોલવાની કોશિશ કરી હતી, પરંતુ કમનસીબે દરવાજો ખુલ્યો નહોતો. આ ઘટના ત્યારે બની જ્યારે રિશાને તબીબી પરામર્શ માટે પતિ અને રિશાના પતિ અને પરિવારજનો સાથે કારમાં જઇ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં ગિયર બોક્સ વાળા હિસ્સામાં આગ લાગી હતી.

ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે, દંપતિને બચાવવા માટે કારનો દરવાજો ખોલવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કાર આગળના હિસ્સામાં ઝડપથી ફેલાઇ ગઇ હતી. લોકોએ બારીના કાચ તોડવાની પણ કોશિશ કરી હતી, પરંતુ નિષ્ફળ ગયા હતા. લોકોએ કહ્યું કે ભીડને એવો ડર હતો કે કારની પેટ્રોલ ટેંક ગમે તે ઘડીએ ફાટશે એટલે લોકો વધારે હિંમત કરી શકતા નહોતા. દંપતિ ચીસાચીસ કરી રહ્યું હતું, પરંતુ ભીડ મજબુર હતી.

ફાયર બ્રિગ્રેડના જવાનોએ બચાવ કાર્ય શરૂ કર્યું, પરંતુ કારમાંથી દંપતિના ભડથું થઇ ગયેલા શરીર બહાર નિકળ્યા હતા. શહેર પોલીસ કમિશનર અજિત કુમારે જણાવ્યું હતું કે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાતોએ કારની તપાસ કરી છે અને વિગતવાર તપાસ પછી જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

ઘટના સ્થળે પહોંચેલા મોટર વાહન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોય શકે છે, પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય પછી જ સાચું કારણ જાણવા મળશે. પ્રાજિત બાંધકામમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો. દંપતિની 3 વર્ષની પુત્રી શ્રી પાર્વતી ત્રીજા ધોરણમાં ભણે છે.

પોલીસે કહ્યું કે, કારમાં 6 લોકો સવાર હતા, જેમાં 4 લોકોને સહી સલામત બહાર કાઢી લેવાયા છે, તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આ 4 લોકોને કોઇ ખાસ ઇજા થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp