બાળકને જન્મ આપવા હોસ્પિટલ જતી હતી મહિલા, અકસ્માતમાં બાળક-માતાનું મોત, પતિ ગંભીર

PC: bhaskar.com

ટોંકમાં કોટા-જયપુર નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક પર બેઠેલી સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો. પતિ ગંભીર હાલતમાં પત્નીને સઆદત હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિજનોને સોંપી હતી.

ટક્કર બાદ પતિ ફૂટપાથ તરફ અને પત્ની રોડ પર પડી હતી. વાહન મહિલાના પેટ અને માથું કચડીને બહાર નીકળી ગયું હતું. માયા અને તેના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવાર નવા મહેમાનના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતો અને અહીં માતા અને બાળક બંનેના મોતના સમાચાર ઘરે પહોંચ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મહેંદવાસ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોહરપુરામાં રહેતી માયા (35) પત્ની બંશીલાલ બૈરવા ગર્ભવતી હતી. તે 1-2 દિવસમાં ડિલિવરી કરવાની હતી. સોમવારે મોડી સાંજે પ્રસુતિની પીડાને કારણે પતિએ તેને જનાના હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ બેડ ન મળતાં તે પતિ સાથે ગામ પાછી ચાલી ગઈ હતી. મંગળવારે સવારે બંને બાઇક પર હોસ્પિટલ આવી રહ્યા હતા. દરમિયાન ઉસ્માનપુરા કટ પાસે સવારના 10 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહને પાછળથી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિ તો બચી ગયો હતો, પરંતુ પત્નીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પતિ તેને ગંભીર હાલતમાં સઆદત હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

મૃતક માતા માયાને 11 વર્ષનો પુત્ર દીપક અને તેની નાની 9 વર્ષની પુત્રી રોશની એમ બે બાળકો હતા અને ત્રીજા બાળકના સ્વાગતની તૈયારી કરતા હતા.

મહેંદવાસ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિઝામ મોહમ્મદે જણાવ્યું કે, પતિ બંશીલાલ બૈરવા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મહિલાની પ્રેગ્નન્સીના પુરા દિવસો જતા હોવાને કારણે પોસ્ટમોર્ટમ દરમિયાન મૃત બાળક (છોકરી)ને તેના ગર્ભમાંથી કાઢીને બંનેના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

મૃતકના કાકા સસરા બનવારીલાલ બૈરવાએ જણાવ્યું કે, બંશીલાલ અને તેની પત્ની સવારે ખુબ ખુશીમાં ઘરેથી નીકળ્યા હતા. કારણ કે માયાની ડિલિવરી મંગળવારે થવાની હતી. પરંતુ અજાણ્યા વાહનની સ્પીડ વધુ હોવાથી પરિવારજનોની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. કારણ કે બંશીલાલની પત્ની તેમજ તેના ગર્ભસ્થ બાળકનું પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સગર્ભા નવજાત પુત્રી અને તેની માતાનો મૃતદેહ ઘરે પહોંચતા હૈયાફાટ રુદનનો માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp