આસામમાં સગર્ભા સ્ત્રીઓ હોસ્પિટલમાં નથી જઈ રહી, આ છે કારણ

આસામ સરકારે બાળ લગ્ન સામે કડક અભિયાન શરૂ કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 2763 ધરપકડ કરવામાં આવી છે. જેમાં હોજાઈ જિલ્લામાંથી 216 ધરપકડ કરવામાં આવી છે. સુરતો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ધરપકડ કરાયેલા લોકોમાં એવા ઘણા લોકો છે જેઓ ઘરેથી ભાગી જઈને લગ્ન કરી લીધા હતા. હવે પતિની ધરપકડ બાદ તેમની પત્નીઓ એકલી પડી ગઈ છે. જયારે, ઘણી સ્ત્રીઓ એવી છે કે જે માતા બનવાની છે, પરંતુ ડરના કારણે તેઓ હોસ્પિટલ પણ નથી જતા.

રિપોર્ટ્સ અનુસાર, ડિલિવરીની તારીખ પર પણ હોસ્પિટલમાં જતી વખતે ગર્ભવતી મહિલાઓ નર્વસ થઈ જાય છે. તેમને ડર છે કે, હોસ્પિટલમાં તેમની ઉંમરની માહિતી લેવામાં આવશે અને ત્યારબાદ પોલીસ તેમના ઘરે પણ પહોંચી શકે છે. એવી ઘણી મહિલાઓ છે જેમણે આશા કાર્યકરોનો સંપર્ક કરવાનું પણ બંધ કરી દીધું છે. તે ઈચ્છતી નથી કે વહીવટીતંત્રને તેની ઉંમર વિશે જાણ થાય.

હાલત એ છે કે, લોકોનો મેડિકલ સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમને લાગે છે કે જો તેમની માહિતી લીધા પછી પરિવાર પર દરોડા પાડવામાં આવશે અને પતિની ધરપકડ પણ થઈ શકે છે. ASHA કાર્યકર્તાઓનું એમ પણ કહેવું છે કે, પોલીસની કાર્યવાહી બાદ તેઓને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

આશા કાર્યકરો ગર્ભાવસ્થા અને રસીકરણ માટેની વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારની આ કાર્યવાહીને કારણે રસીકરણને પણ અસર થશે અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને નવજાત બાળકોને અસર થશે. આસામ પહેલાથી જ આ સમસ્યાઓ છે, જે વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આસામમાં CM હેમંત બિસ્વા સરમા સરકાર બાળલગ્ન સામે જોરદાર અભિયાન ચલાવી રહી છે. સરકારના આ પગલાનો મહિલાઓએ અનેક જગ્યાએ વિરોધ કર્યો જે પોલીસ સાથે ઘર્ષણમાં ફેરવાઈ ગયો. ધુબરીમાં તમરાહા પોલીસ સ્ટેશનની સામે એકઠી થયેલી મહિલાઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. મહિલાઓએ કહ્યું કે, તેમના પતિ કે પુત્રોને છોડી દેવા જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, CM હેમંત બિસ્વા સરમાએ શુક્રવારથી જ આ અભિયાનની જાહેરાત કરી હતી, જે 6 દિવસ સુધી ચાલશે.

અહીં તમને જાણ થાય કે, આસામમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે જ આ અભિયાનમાં પોલીસની યાદીમાં 8000 આરોપીઓ છે. પોલીસે 51 પાદરીઓ અને કાઝીઓની પણ ધરપકડ કરી છે જેઓ બાળ લગ્ન આચરવામાં સામેલ હતા. રાજ્ય સરકારે તાજેતરમાં નિર્ણય લીધો છે કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન કરનારાઓ પર POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને 14 થી 18 વર્ષની વયની છોકરી સાથે લગ્ન કરનારાઓ પર બાળ લગ્ન પ્રતિબંધ કાયદા 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.