પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ આ બીમારીના કારણે ફેલ થઈ ગઈ છે
વૃંદાવનથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા પ્રેમાનંદજી મહારાજ પોતાના વિચારો માટે જાણીતા છે. તેઓ સવારે 02:00 વાગ્યે પરિક્રમા માટે નીકળી પડે છે. ત્યારબાદ સવારે 04:00 વાગ્યાથી ભજન સત્સંગ શરૂ કરે છે. પ્રેમનંદજી મહારાજના સત્સંગ અને વિચારોને સાંભળવા લોકોની ભારે ભીડ જમા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો ખૂબ જોવામાં આવે છે. પ્રેમાનંદજી મહારાજના ફેન્સની સંખ્યા પણ કરોડોમાં છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે પ્રેમાનંદજી મહારાજ મહારાજનો સત્સંગ સાંભળવા માટે એક્ટ્રેસ અનુષ્કા શર્મા, ક્રિકટર વિરાટ કોહલીથી લઈને સિંગર બીપ્રાક સુધી પહોંચી ચૂક્યા છે.
લોકો બાબાની દિનચર્યા જ નહીં, તેમની જીવનશૈલી અને બીમારીને જોઈને દંગ રહી જાય છે. તેના કારણે પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ ખરાબ થઈ ગઇ છે. તેમને કિડની સાથે સંબંધિત ખૂબ જ ભયંકર બીમારી છે, જેના કારણે યુવાવસ્થામાં જ તેમની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ. જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ કિડની વિના એક વર્ષ પણ સ્વસ્થ રાખી શકતું નથી, ત્યાં છેલ્લા 18 વર્ષોથી પ્રેમાનંદજી મહારાજ કિડની વિના પોતાના દૈનિક કાર્ય પોતે કરે છે.
તેઓ માત્ર 4 કલાકની ઊંઘ લે છે. વૃંદાવનની પરિક્રમા લગાવવા સાથે જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એવામાં લોકો જાણવા માગે છે કે આખરે પ્રેમાનંદજી મહારાજને કઈ એવી બીમારી હતી જેના કારણે બંને કિડની ખરાબ થઈ ગઈ. પ્રેમાનંદજી મહારાજને ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝ છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ બીમારી જેનેટિક હોય છે. આ બીમારી 30-50 વર્ષની ઉંમર વચ્ચે ઊભરી જાય છે. આ બીમારી કિડનીની ગંભીર બીમારીઓમાંથી એક હોય છે. તે માતા-પિતામાંથી બાળકોમાં આવે છે.
આ બીમારીથી કિડનીની સાઇઝ મોટી થવા લાગે છે. તેમાં સિસ્ટ એટલે કે પાણી અને ગાંઠો બની જાય છે. આ ગાંઠો ધીરે-ધીરે વધતી જાય છે. તેના કારણે ધીરે-ધીરે કિડની કામ કરવાનું બંધ કરી દે છે. તેને કિડની ફેલ્યોર થઈ જાય છે. કિડની પૂરી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. એવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ પર રાખવી પડે છે. વિશેષજ્ઞો બતાવે છે કે ઓટોસોમલ ડોમિનેન્ટ કિડની ડીસીઝ 1000માંથી માત્ર એક સભ્યને થાય છે. તે બાળપણથી હોતી નથી. ઉંમર વધવા સાથે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો તેના દર્દીઓની વાત કરીએ તો આખા પોપ્યુલેશનમાં ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડનીના માત્ર 5 ટકા દર્દી જ જોવા મળે છે. આ બીમારીના દર્દીઓનું જીવન ખૂબ મુશ્કેલ હોય છે.
આ બીમારીના લક્ષણ:
ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝમાં પીઠ અને પેટના નીચલા હિસ્સામાં દર્દ શરૂ થઈ જાય છે. તેમાં UTI હાથ-પગો સાથે જ આંખોમાં સોજો, શ્વાસ ફૂલવાની સમસ્યાથી લઈને પાંચન સંબંધિત ગરબડી થાય છે. લોહીની કમી થવા લાગે છે. આ બીમારીમાં સ્કીન પણ ઇફેક્ટ થાય છે. સ્કિનનો કલર ચેન્જ થવા લાગે છે. તેના કારણે સ્કીન પર કાળાશ, અનાવશ્યક નબળાઈ, થાક સાથે પગોમાં દુઃખાવો અને વારંવાર ટોયલેટ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp