હવે INDIA નહીં પણ ભારત! શું દેશનું અંગ્રેજી નામ ખતમ કરવા જઇ રહી છે મોદી સરકાર?

PC: pmo.com

ભાજપા સાંસદ હરનાથ સિંહ યાદવે બંધારણમાંથી INDIA શબ્દ હટાવવાની માગ કરી છે. તેમણે ભારતના બંધારણમાં સંશોધન કરી ઈન્ડિયાને ભારત કરવાની માગ કરી છે. જાણ હોય તો આ પહેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પણ આ વિષયને લઇ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહેલું કે, કોઇને સમજાઇ કે નહીં પણ ઈન્ડિયા બોલવું જોઇએ નહીં પણ ભારત બોલવું જોઇએ. આ ઉપરાંત ભાજપા સાંસદ નરેશ બંસલે રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો.

G20 પછી કેન્દ્ર સરકારે સંસદમાં એક ખાસ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન મોદી સરકાર દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત રાખવાનો પ્રસ્તાવ કરી શકે છે. જી20 સંમેલ્લન 9 અને 10 સપ્ટે-23 ના રોજ દિલ્હીમાં થવા જઇ રહ્યો છે. જેમાં ઘણાં દેશો સામેલ થવા માટે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ જી20માં સામેલ થવા માટે દિલ્હી આવનારા વિદેશી રાષ્ટ્રધ્યક્ષો અને મુખ્યમંત્રીઓને ડિનર માટે નિમંત્રણ મોકલ્યું છે. જેમાં પહેલીવાર રિપબ્લિક ઓફ ઈન્ડિયાના સ્થાને રિપબ્લિક ઓફ ભારત શબ્દનો ઉપયોગ થયો છે.

ભાજપા સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે, આ અભિયાન હું નથી ચલાવી રહ્યો પણ આખો દેશ ચલાવી રહ્યો છે. આ જે ઈન્ડિયા નામ અંગ્રેજોએ પાડ્યું છે, તેમની દ્રષ્ટિએ આપણે મૂર્ખ હતા. આવા લોકોએ ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કર્યો છે.

એટલું જ નહીં આસામના મુખ્યમંત્રી અને ભાજપા નેતા હેમંત બિસવા સરમાએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે, એટલું જ નહીં આસામના મુખ્યમંત્રી અને ભાજપા નેતા હેમંત બિસવા સરમાએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે, REPUBLIC OF BHARAT. મને ખુશી છે કે આપણે અમૃત કાળ તરફ આગળ વધી રહ્યા છે.

જયરામ રમેશે કરી ટ્વીટ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી કે, તો આ ખબર ખરેખર સાચી છે. રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે જી20 ડિનર માટે પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાના સ્થાને ભારતનો પ્રયોગ કરી નિમંત્રણ મોકલ્યા છે. હવે, બંધારણમાં ધારા 1 વાંચી શકો છોઃ ભારત, જે ઈન્ડિયા હતું, રાજ્યોનો એક સંઘ થશે. પણ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા શબ્દ પર રાજકારણ ગરમાયું છે. ભાજપા સાંસદો જ્યાં તેને હટાવવાની માગ કરી રહ્યા છે. તો વિપક્ષના નેતાઓ ઈન્ડિયાને ભારત કરવાની માગનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી ગઠબંધને તેમનું નામ INDIA રાખ્યું છે. તેની વચ્ચે બંને બાજુથી નિવેદનબાજી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp