પૂજારી કરતો હતો અશ્લીલ ચેટિંગ, ઇન્સ્ટાગ્રામથી ખૂલ્યું સગીરાના મોતનું રહસ્ય

PC: mptak.in

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં સગીર વયની છોકરીની આત્મહત્યાનું રહસ્ય મોબાઈલ ફોને ખોલી દીધું. મૃતિકાના પરિવારજનોએ તરત જ SPને તેની જાણકારી આપી. પીડિત પરિવારની ફરિયાદ પર પોલીસે ગામના પૂજારી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. 16 વર્ષીય સગીર છોકરીએ પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને લાગ્યું કે પિતાની તબિયત ખરાબ હોવાના કારણે માનસિક તણાવમાં દીકરીએ આત્મહત્યા કરી છે, પરંતુ તેનો મોબાઈલ ફોન ચેક કર્યો તો પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

પરિવારજનોને મોબાઈલ તેના મોબાઇલમાં ગામના પૂજારી સાથે ઇન્સ્ટાગ્રામ પર તેની ચેટ મળી. પૂજારી સગીર છોકરીને ધમકાવીને અશ્લીલ ચેટ કરતો હતો. ચેટિંગમાં પૂજારી છોકરીને ગંદી ગાળો આપીને ધમકાવી રહ્યો હતો. પીડિત પરિવાર પિપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો રહેવાસી હતો. 29 ઑગસ્ટના રોજ તેમની સગીર વયની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતિકાના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પૂજારીની ધમકી અને ઉશ્કેરણીના કારણે જ તેમની દીકરી તણાવમાં હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી.

પરિવારજનોએ જ્યારે પોલીસને આરોપીનું નામ અને સોશિયલ મીડિયાની ચેટિંગ દેખાડી તો પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. જ્યારે પરિવારજનો SP પાસે ફરિયાદ લઈને પહોંચ્યા તો આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. મૃતિકાનો પિતા ટેક્સી ડ્રાઈવર છે, જે કામના સિલસિલામાં મોટા ભાગે બહાર રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તબિયત સારી નહોતી. મોંઘી સારવારના કારણે આખો પરિવાર તણાવમાં હતો. તેની 3 દીકરીઓ છે. મૃતકની દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. પરિવારજનોનું કહેવું છે કે તેઓ દીકરીના મોતથી આઘાતમાં છે અને આરોપી વિરુદ્ધ સખત સજાની માગ કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ, આત્મહત્યા અગાઉ સગીરાએ ન તો પોતાની પરેશાની કોઈને બતાવી અને ન તો કોઈ સ્યુસાઇડ નોટ છોડીને ગઈ, જેથી તેની આત્મહત્યાના કારણોની જાણકારી મળતી. 2 દિવસ બાદ છોકરીનો મોબાઈલ ચેક કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર ગામના જ પૂજારી પવિત્ર સિટોકે સાથે ચેટિંગ સામે આવી. આ ચેટિંગમાં પૂજારી છોકરીને અશ્લીલ ગાળો આપતા ધમકાવી રહ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે, પૂજારીની ધમકી અને ઉશ્કેરણીના કારણે તેમની દીકરી તણાવમાં હતી અને આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp