પહેલા જેલ તોડીને ભાગ્યો, પછી વિઝિટર બનીને સાથીને મળવા પહોંચ્યો બીજી જેલ, પછી..

PC: timesofindia.indiatimes.com

મિઝોરમમાં શોલે ફિલ્મની જય વિરુની જોડી જેવી ઘટના સામે આવી છે. સિયાહા જિલ્લા જેલમાં બંધ એક કેદી જેલથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ તે પોતાના સાથીને મળવા માટે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરી આવ્યો. આ દરમિયાન તે પકડાઈ ગયો. પરંતુ પોલીસને છેતરીને તે ફરીથી ફરાર થઈ ગયો. સાઉથ મિઝોરમન સિયાહા જિલ્લા જેલમાં બંધ 24 વર્ષિય કેદી વનરામપના જેલથી ભાગી ગયો. ત્યારબાદ તે પોતાના સાથીને મળવા બીજી જેલ એટલે કે આઈઝોલ સેન્ટ્રલ જેલ પહોંચી ગયો.

જેલથી કેદી ભાગવાની સૂચના મળતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો. આ ઘટનાએ પોલીસ અધિકારીઓ સાથે સાથે જનતાને પણ હેરાન કરી દીધી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ના રિપોર્ટ મુજબ, વનરામપના ચોરી કરવાના આરોપમાં સિયાહા જેલમાં બંધ હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિચારાધીન કેદીના રૂપમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. તે 9 સપ્ટેમ્બરના રોજ સિયાહા જેલના અધિકારીઓને છેતરીને ભાગવામાં સફળ રહ્યો. પોલીસ દ્વારા સતત પીછો કરવા છતા તે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરીથી આવ્યો અને પોતાના વીરૂ સાથે મુલાકાત કરી.

તેના શંકાસ્પદ વ્યવહારને જોતા સતર્ક થયેલા જેલ પ્રહારિયોએ પકડી લીધો અને આગળની તપાસ માટે જેલરને સોંપી દીધો. સિયાહા જેલ અધિકારીઓ પાસેથી આ વાતની પુષ્ટિ થઈ કે વનરામપના વાસ્તવમાં એ જ કેદી હતો, જે મહિનાની શરૂઆતમાં ભાગી ગયો હતો. તેને પશ્ચિમ આઈઝોલના જોનુઆમ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો અને ભાગેડુને સિયાહા જિલ્લા જેલમાં પાછો લાવવાની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. જો કે શુક્રવારે રાત્રે વનરામપના ફરી એક વખત પોલીસની કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો.

રવિવારે સુધી વનરામપના પોલીસની પકડથી દૂર છે. પોલીસ કસ્ટડીથી એવી રીતે ભાગવું સુરક્ષા તંત્ર બાબતે ગંભીર સવાલ ઉઠાવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જો તપાસમાં કોઈ પ્રકારની બેદાકારી સામે આવે છેઃ તો જવાબદાર લોકો પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

આ જ મહિનામાં ગુજરાતના આણંદ જિલ્લાની એક જેલમાંથી ચાર કેદીઓ ફરાર થયા હતા. શુક્રવારે રાત્રે લગભગ બે કલાકે બેરેક નંબર ત્રણમાં બંધ ચાર કેદીઓએ જેલ તોડીને ફરાર થયા હતા. આણંદ જિલ્લાની બોરસદ સબ-જેલમાંથી બંધ કેદી બેરેક નંબર ત્રણમાંથી ભાગ્યા હતા. કેદીઓએ બેરેકની નીચેની લાકડીઓનો ભાગ કાપી કાઢ્યો હતો અને એ પછી રાતના અંધારામાં આશરે બે કલાકે જેલમાંથી પોલીસને છેતરીને આપીને 20 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થયા હતા. લાકડી કાપ્યા પછી તેમણે લોખંડનો સળિયો પણ કાઢી નાખ્યો હતો. ત્યારબાદ તે બહાર આવ્યા હતા અને રાતના અંધારાનો લાભ લઈને જેલ તોડીને ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp