તોડીને બનાવેલી સરકાર લાંબા સમય સુધી ચાલતી નથી અને લોકો વિદ્રોહ કરી દે છેઃ વાડ્રા

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ તરફથી ભ્રષ્ટાચારને લઈને લગાવવામાં આવેલા આરોપો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની નિંદા કરતા બિઝનેમેન રોબર્ટ વાડ્રાએ સોમવારે કહ્યું કે, સરકારો પાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા બનાવવામાં આવેલી સરકારો લાંબા સમય સુધી નહીં ચાલે અને સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી નીડર છે. રોબર્ટ વાડ્રા જે પ્રિયંકા ગાંધીના પતિ છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારના એક્શનથી તેઓ આશ્ચર્યચકિત નથી. કોંગ્રેસ નેતાઓ પર એટલો દબાવ બનાવવામાં આવી રહ્યો છે જેટલા તેઓ ઊભરી રહ્યા છે.
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, હું આશ્ચર્યચકિત નથી. આ ધારણા ઉત્પન્ન કરવાની તેમની રીત છે. આ પ્રકારની કર્ણાટકમાં 40 ટકા કમિશનની સરકાર હતી. એ જ પ્રકારે અહીં (મધ્ય પ્રદેશમાં) છે. તેઓ ત્યાં પણ સરકાર પાડે છે અને પોતાની રાજનીતિ ચલાવે છે. એ સરકાર લાંબા સમય સુધી ચાલતી નથી અને લોકો વિદ્રોહ કરી દે છે. પ્રિયંકા ગાંધી નીડર છે, રાહુલ ગાંધી નીડર છે, સોનિયાજી નીડર છે.
તેમણે કહ્યું કે, અમે જનતાનો અવાજ સામે રાખીશું. તેઓ કાયદાકીય રૂપે કે એજન્સીઓ દ્વારા કે કોઈ અન્ય રીતે અમારા પર દબાવ નાખશે, પરંતુ તેઓ જેટલો અમારા પર દબાવ નાખશે, અમે એટલી મજબૂતીથી ઉભરીશું. ઈન્દોર પોલીસે સોમવારે કહ્યું હતું કે એક ભાજપના પદાધિકારી નિમેશ પાઠકે ફરિયાદ નોંધાવી છે, જેમાં કહ્યું છે કે એક નકલી ચિઠ્ઠી, જેમાં વ્યક્તિનું નામ જ્ઞાનેન્દ્ર અવસ્થી છે તેને સોશિયલ મીડિયા પર આરોપ સાથે ફેલાવવામાં આવી રહી છે, રાજ્યના કોન્ટ્રાક્ટરો પાસે 50 ટકા કમિશન માગવામાં આવી રહ્યું છે.
પ્રિયકા ગાંધી વાડ્રાએ પોતાની ટ્વીટમાં એક મીડિયા રિપોર્ટના સંદર્ભે શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું કે, મધ્ય પ્રદેશના કોન્ટ્રાક્ટરોના એક સંગઠને હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ફરિયાદ પત્ર લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે તેમને પેમેન્ટ ત્યારે જ મળશે જ્યારે તે 50 ટકા કમિશન રાજ્યની સરકારને આપશે. મધ્ય પ્રદેશમાં ભાજપ પોતાના જ ભ્રષ્ટાચારના બધા રેકોર્ડથી આગળ નીકળી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને હટાવી દીધી, હવે મધ્ય પ્રદેશના લોકો રાજ્યમાં 50 ટકા કમિશનવાળી સરકાર હટાવી દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp