The Kerala Storyના નિર્માતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા,CM મમતા સરકાર વિરુદ્ધ અરજી

PC: news24online.com

'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સરકારે રાજ્યમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ નિર્માતાઓએ તેમની અરજીમાં તમિલનાડુ સરકાર રાજ્યમાં ફિલ્મ દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પૂરી પાડવાની પણ માંગ કરી છે. કારણ કે તાજેતરમાં તમિલનાડુના ઘણા થિયેટરોએ કહ્યું હતું કે, તેઓ ફિલ્મ બતાવવાથી ડરે છે. ઘણી સંસ્થાઓએ આમ કરવા પર ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટ ફિલ્મ 'કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર પણ સુનાવણી કરશે.

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. એક તરફ કેરળ અને તમિલનાડુ બાદ પશ્ચિમ બંગાળમાં પણ ફિલ્મ બતાવવા સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની ટ્રેજડી બતાવવામાં આવી છે. જેઓ લગ્ન બાદ ઇસ્લામ કબૂલ કરીને ISISના કેમ્પમાં સ્મગલિંગ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.

એક તરફ, ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે, પરંતુ ઘણા રાજ્યોમાં ફિલ્મને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સરકારે રાજ્યમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના કોઈપણ સિનેમા હોલમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે નહીં. CM મમતા બેનર્જીએ પોતે આ ફિલ્મને ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કેરળના CM પિનરાઈ વિજયને આ ફિલ્મને RSSનો પ્રચાર ગણાવ્યો છે. તમિલનાડુમાં ઘણા થિયેટર માલિકોએ વિરોધ અને તોડફોડના ડરથી ફિલ્મ રિલીઝ કરી ન હતી.

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે. આ ઉપરાંત, અરજીમાં તામિલનાડુ સરકારને રાજ્યમાં ફિલ્મો દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરવામાં આવી છે.

ફિલ્મ 'કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામે પણ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે અપીલને યાદીમાં મુક્યો છે. આ મામલામાં પત્રકાર કુર્બન અલીએ અપીલ દાખલ કરી છે. જેને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યા છે. પત્રકાર કુર્બન અલી દ્વારા દાખલ કરાયેલી અપીલની દલીલ કરતા સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, અપીલ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' સંબંધિત છે અને તેની તાકીદે સુનાવણીની જરૂર છે, કારણ કે હાઈકોર્ટે ગયા શુક્રવારે ફિલ્મને રિલીઝ થતી રોકવાની અપીલ પર ઇન્કાર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp