કૂનો નેશનલ પાર્કમાં ફરી આવી રહ્યા છે 12 ચિત્તા, નામીબિયાથી નહીં આ દેશથી આવશે

PC: thehindu.com

17 સપ્ટેમ્બર 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી આવેલા 8 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. ત્યારે આ વિદેશી ચિત્તાઓનું આખા દેશના લોકોએ સ્વાગત કર્યું હતું. ફરી એક વખત ભારતમાં વિદેશથી ચિત્તા આવવાના છે. મધ્ય પ્રદેશમાં કૂનો નેશનલ પાર્કને વધુ એક ગુડ ન્યૂજ મળવાના છે. કૂનોમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને સફળતાપૂર્વક વસાવ્યા બાદ હવે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની તારીખ પણ નક્કી થઇ ગઇ છે.

આ વખત દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા આવી રહ્યા છે. તેમને 26 જાન્યુઆરીના રોજ કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. કૂનો નેશનલ પાર્કમાં આવી રહેલા આ ચિત્તા દક્ષિણ આફ્રિકામાં પહેલા જ ક્વોરેન્ટાઇનમાં છે. દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા આવી રહ્યા છે. તેમાં 7 નર અને 5 માદા છે. આ ચિત્તાઓને દિલ્હીથી ગ્વાલિયર 25 જાન્યુઆરીના રોજ લઇ જવામાં આવશે. ગ્વાલિયાર્થી ચિત્તાઓને હેલિકોપ્ટરથી કૂનો નેશનલ પાર્ક પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચિત્તાઓને લાવવા માટે કેન્દ્રીય વન મહાનિર્દેશક ચંદ્રપ્રકાશ ગોયલ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષક ઓથોરિટી (NTCA)ના સભ્ય સચિવ એસ.પી. યાદવ સહિત કેન્દ્રીય વન મંત્રાલયના અન્ય અધિકારી 20 થી 21 જાન્યુઆરીના રોજ દિલ્હીથી દક્ષિણ આફ્રિકા રવાના થશે. દક્ષિણ આફ્રિકાથી આવનારા આ નવા મહેમાનો માટે કૂનો નેશનલ પાર્ક પૂરી રીતે તૈયાર છે. ગત દિવસોમાં મધ્ય પ્રદેશના વન મંત્રી કૂનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા, તેમણે દક્ષિણ આફ્રિકાથી આવનારા 12 ચિત્તાઓ માટે કૂનોમાં કરવામાં આવેલી વ્યવસ્થા જોઇ હતી.

સાથે જ સુરક્ષા સાથે જોડાયેલા બધા પહેલુંઓ બાબતે સૂક્ષ્મતાથી જાણકારી લીધી હતી. દક્ષિણ આફ્રિકાથી આવનારા 12 ચિત્તા આ મહિને આવી રહ્યા છે, જેની તૈયારીઓ લગભગ પૂરી થઇ ચૂકી છે. ભારત સરકારે વર્ષ 1952માં દેશમાં ચિત્તાઓને વિલુપ્તનો દરજ્જો આપી દીધો હતો. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં વર્ષ 1948માં અંતિમ ચિત્તો દેખાયો હતો. વર્ષ 1952માં દેશમાં ચિત્તાની પ્રજાતીને વિલુપ્ત જાહેર કરવાના 70 વર્ષ બાદ નામીબિયાથી ચિત્તા આવ્યા છે. અત્યાર સુધી આ ડીલ હેઠળ 8 ચિત્તા ભારત આવી ચૂક્યા છે. હવે 26 જાન્યુઆરીના રોજ વધુ 12 ચિત્તા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp